Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મોરબીમાં સ્વ. લતાબેન દફતરીની પ્રથમ પુણ્યતિથી નિમિતે ત્રણ દિવસના એકાસણા, પ્રતિક્રમણ

પૂ. પ્રમોદિનીબાઈ મહાસતીજી તથા સ્વ. લતાબેન ચન્દ્રકાંતભાઈ દફતરીની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી એ હદય પૂર્વક ભાવભીની શ્રધાંજલિ કાર્યક્રમ:તપશ્વિ રત્નોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમનાં તપની અનુમોદના અર્થે ત્રિ દિવસીય એકાસણા નાં તપ નું સ્થાનકવાસી જૈનસંઘ, સોની બઝાર ઉપાશ્રય માઁ આયોજન

મોરબી : લીબડી અજરામર સંપ્રદાય ના આચાર્ય ભગવંત પૂ. ભાવચંદ્રજી સ્વામિના નિશ્રાવર્તી ગુજરાત ગૌરવ ડો.પૂ. નિરંજન મુનિ મહારાજશ્રી, પૂજ્ય ચેતનમૂની મહારાજશ્રી, તથા બા.બ્ર. પૂ. રશ્મિનાજી મહાસતીજી, બા.બ્ર.પૂ. પ્રાર્થનાબાઈ મહાસતીજી, બા.બ્ર. પૂ. આરાધનાબાઈ મહાસતીજી, બા.બ્ર.પૂ. પુણ્યશીલાજી મહાસતીજી, બા.બ્ર.પૂ. કોમલબાઈ મહાસતીજી,  બા.બ્ર.પૂ. રચનાબાઈ મહાસતીજી આદિ ઠાણા ની પાવન નિશ્રામા કવિવર્ય પૂજ્ય નાનચંદ્રજી મહારાજ સાહેબ તથા વિદુષિ પૂ. દમયંતીબાઈ મહાસતીજી સુ શિષયા તપસ્વીરત્ના બા. બ્ર. પૂજ્ય પ્રમોદિનીબાઈ મહાસતીજી તથા તેમના નજીકી શ્રાવિકા સ્વ. લતાબેન ચંદ્રકાન્તભાઈ દફતરી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉપલક્ષે વિવિધ ધાર્મિક કાર્ય કરણી નું આયોજન સ્થાનકવાસી જૈનસંઘ, સોની બઝાર ઉપાશ્રય માઁ આગામી તા. ૧૫-૧૬-૧૭-૦૫-૨૦૨૨ નાં કરેલ છે
સ્વ. લતાબેન દફતરી એ તેમાં સંસારી જીવનનાં  લગભગ 45 વર્ષ માં કદી પણ આખો દિવસ આહાર-પાણી લીધું હોઈ તેવું બન્યું નથી.
જોગાનુજોગ તેઓ હર હમેશ પૂજ્ય પ્રમોદિનીબાઈ મહાસતીજી પાસે થી જ બેસણા, એકાસણા, ઉપવાસ, આયમબિલ, સિદ્ધિતપ, વિગેરે ની પ્રતિજ્ઞા લેતા હતા,
કોરોના નું કારમું વિષચક્ર સમગ્ર વિશ્વ ને હચમચાવી ગયું તેમાં આ બન્ને પુણ્યશાલી આત્માઓ સ્વ કલ્યાણર્થે પરલોક ગમન થઈ ગયા,
ઘટના પણ એવી ઘટી કે 16 તારીખે પૂજ્ય પ્રમોદીની બાઈ મહાસતીજી એ લતાબેન ને મહાપ્રભાવિક માંગલિક નું શ્રવણ કરાવેલ અને પૂછ્યું કે કેમ કેમ આયમબિલ ની પ્રતિજ્ઞા નથી લેવી ? ત્યારે લતાબને કહેલ કે હું હોસ્પીટલ માઁ છું એટલે સ્વામીએ પણ કહ્યું કે હું પણ હોસ્પીટલ માઁ છું.
આ સંવાદ બાદ બંને પુણ્યશાલી આત્મા તા. 17 નાં થોડી જ કલાક ના અંતરમાં પ્રભુ મહાવીરના શરણ માં જવા આ દુનિયા છોડી ને પરલોક સીધાવ્યા,
આ બન્ને પુણ્યશાલી આત્માઓ ને તપ થી વિશેષ કોઈ શ્રદ્ધાઅંજલિ ન હોઈ શકે એટલે નીચે મુજબના ધાર્મિક કાર્યક્રમો મોરબી સોની બઝાર જૈન ઉપાશ્રય માઁ રાખેલ છે તો સર્વે ને લાભ લેવા ચંદ્રકાન્તભાઈ દફતરી, નું ભાવભીનું આમંત્રણ છે
ત્રિરત્ન આરાધના મહોસત્વ,

1. તારીખ 15,16,17 નાં એકાસણા,
( એકાસણા દશાશ્રીમાળી ની વાળી માઁ કરાવવા માઁ આવશે.)

2. ત્રિરંગી સામાયિક સવારે 9 થી 12, સોની બજાર ઉપાશ્રય માં.

3. વ્યાખ્યાન  સવારે 9.30 થી 10.30 સોની બજાર ઉપાશ્રય માં ( વ્યાખ્યાન માં લક્કી ડ્રો કરવામાં આવશે )

4. તારીખ 15,અને 16 બે દિવસ 10.30 થી 11.30 સમૂહ જાપ , સોની બજાર ઉપાશ્રયમાં માં

5. તારીખ 17 ના બપોરે 4 થી 5 સોની બઝાર ઉપાશ્રય માં મહાપ્રભાવક પાસઠીયા યંત્રરાજ ના જાપ
ખાસ સૂચના શ્વેત વસ્ત્ર પહેરવા ફરિજીયાત છે

6 તારીખ 15 અને 16 ના બપોરે 4 થી 5 ધાર્મિક ગેઇમ સોની બજાર ઉપાશ્રય માં

7. દેવસીય પ્રતિક્રમણ સાંજે 7.15 સોની બજાર ઉપાશ્રય માં

ઉપર મુજબનાં ધાર્મિક કાર્યક્રમો નો લાભ લેવા મોરબી શહેર ની જનતા ને ચંદુભાઈ દફ્તરી ની વિનતી છે.

(11:47 pm IST)