Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મોરબી જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષક ને પૂ મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ અપાયો

મોરબીના શિક્ષક વિજય દલસાણીયાને અગાઉ પણ મોરબી જીલ્લાના બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળેલ

મોરબી :દર વર્ષે પરમ પૂજ્ય મોરારીબાપુના હસ્તે તલગાજરડા ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને દરેક જિલ્લામાંથી એક શિક્ષકને ચિત્રકુટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે જેમાં વર્ષ 2020/2021 માટે મોરબી તાલુકાના શ્રી સભારાવાડી પ્રા શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણિયાનીને તા.12/02/22 ના રોજ તલગાજરડા ખાતે આ આદરણીય મોરારીબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ સાથે 25000 રૂપિયાની રકમનો ચેક પુરસ્કાર રૂપે વિજયભાઈને એનાયત કરેલ.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રાથમિક બંધ મારફત પણ સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ.આ અગાઉ પણ વિજયભાઈને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, રાષ્ટ્રીય એવોર્ડ મંથન ગ્રુપ મારફત, લાયન્સ કલબ મોરબી અને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માન મળેલ છે. એસ.એમ.સી.મારફત સન્માન પ્રાપ્ત કરેલ છે

    બાળકોના વિકાસ માટે અત્યાર સુધી 800 જેટલી વિવિધતા સભર પ્રવૃત્તિઓ કરાવી છે.શિક્ષણના અન્ય ક્ષેત્રોમાં પણ એટલું મહત્વનું કામ કર્યું છે.વિવિધતા સભર પ્રવૃત્તિઓ, રાજયકક્ષાએ ઈનોવેશનો કરવા, સંશોધન કરવા, શિક્ષણને લગતા લેખો પ્રકાશિત થવા જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવી છે.વિજયભાઈની પ્રવૃત્તિઓ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય થઈ છે.રિસેસમા પણ બાળકોને કંઈક નવું કરાવતા રહે છે. આવી કામગીરી બદલ તેમને આ સન્માન પ્રાપ્ત થયું છે
   વિજયભાઈ એક પ્રવૃતિશીલ શિક્ષક છે.જેમણે પણ બાળકોના વિકાસમાં નાવીન્યપૂર્ણ પ્રયોગ કરેલ છે.વિવિધ સાધનોનું નિર્માણ કરીને ખૂબ લોકપ્રિય બન્યા છે.માતૃભાષાની સમૃદ્ધિ માટે ખાનગી તેમજ સરકારી શાળાના શિક્ષકો માટે અનેક સેમિનાર કર્યા છે સાથે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ માટે પણ અનેક શાળાઓમાં ફ્રી સેમિનાર કર્યા છે.શિક્ષકત્વને જેમણે સાચા અર્થમાં ખીલવી બતાવ્યું છે જેનું આ ઉદાહરણ છે.
  પરમ પૂજ્ય મોરારીબાપુના હસ્તે આ એવોર્ડથી સન્માનિત થતાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે તે બદલ સૌ કોઈ અભિનંદન પાઠવે છે.આ તકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને મોરબી જિલ્લા/તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ બંનેનો દિલથી આભાર વ્યક્ત કરે છે

(11:48 pm IST)