Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રાજપૂત કરણી સેના આયોજિત એકતા યાત્રાનું મોરબીમાં ભવ્ય સ્વાગત કરાયું.

કચ્છ માતાના મઢથી શરુ કરીને અમદાવાદ ધોળકા અને સૌરાષ્ટ્રમાં ફરીને સોમનાથ ખાતે પૂર્ણ કરવામાં આવશે

મોરબી : શ્રી રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું આયોજન કરાયું છે માતાના મઢથી તા ૦૧-૦૫ ના રોજ શરુ થયેલી એકતા યાત્રા તા. ૧૬-૦૫ ના રોજ સોમનાથ ખાતે પૂર્ણ કરવામાં આવશે જે એકતા યાત્રા આજે ગુરુવારે મોરબી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

મોરબી ખાતે મહારાણા પ્રતાપ સર્કલ નજીક મોરબી શ્રી રાજપૂત કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા ઢોલ નગારા સાથે એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાજપૂત સમાજ ઉપરાંત અન્ય સમાજ અને સંગઠનોએ પણ એકતા યાત્રાનું સ્વાગત કર્યું હતું

  એકતા યાત્રા અંગે કરણી સેના પ્રદેશ અધ્યક્ષ જે પી જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી મોટી યાત્રા એકતા યાત્રા બની રહેશે જે કચ્છ માતાના મઢથી શરુ કરીને અમદાવાદ ધોળકા અને સૌરાષ્ટ્રમાં ફરીને સોમનાથ ખાતે પૂર્ણ કરવામાં આવશે આજે મોરબી પહોંચતા મોરબીમાં પણ અન્ય સ્થળો જેમ ભવ્ય સ્વાગત કરાયું હતું એકતા યાત્રા યોજવાના હેતુ વિશે જણાવ્યું હતું કે સમાજમાંથી કુરિવાજો નાબુદ થાય, સમાજમાં એકતા આવે તેમજ રાજકીય-સામાજિક જાગૃત્તતા આવે અને યુવાનો વ્યસન મુક્ત બને તેવા હેતુથી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
જે એકતા યાત્રા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી મોરબીના રાજમાર્ગો પર ફરીને શનાળા ગામ નજીક ધૂનડા રોડ પર આવેલ શ્રી રાજપૂત સમાજ વાડી પહોંચી હતી જ્યાં સાંસ્કૃતિક કાર્યકર્મ અને મહાપ્રસાદ કાર્યક્રમો યોજાયા હતા.

(11:51 pm IST)