Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ધોરાજીમાં વોકળા કાંઠે રહેતા અજયગીરી ગોસ્વામીને 34 હજારના ગાંજા સાથે ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ

પીઆઇ એ. આર. ગોહીલ તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા તથા જી.જે.ઝાલા, એ.એસ.આઇ ઉપેન્દ્રસિહ જાડેજા, વિજયભાઇ ચાવડા સહિતની ટીમની કામગીરી

રાજકોટઃ ગ્રામ્ય એસ.ઓ.જી. બ્રાન્ચે ધોરાજીમાંથી ગાંજા સાથે એક શખ્સને પકડી લીધો છે. પો.ઇન્સ  એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. એચ.એમ.રાણા તથા જી.જે.ઝાલા સહિતની ટીમ ધોરાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એ.એસ.આઇ વિજયભાઇ ચાવડા તથા પો..હેડ.કોન્સ સંજયભાઇ નિરંજની તથા અમિતભાઇ કનેરીયાને ખાનગી રાહે હકિકત મળેલ કે ધોરાજી વોકળાકાંઠે ભુતનાથ મહાદેવના મંદિર પાસે અજયગીરી ગોસ્વામી પોતાની ઓરડીમાં નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે હકિકત આધારે રેઇડ કરતા આરોપી અજયગીરી મનસુખગીરી ગોસ્વામી (ઉવ.૩૮ રહે. ધોરાજી વોકળાકાંઠે ભુતનાથ મહાદેવના મંદિર પાસે તા.ધોરાજી જી.રાજકોટ)ની ઓરડીમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો ૩ કિલો ૪૪૬ ગ્રામ કિ.રૂ.૩૪,૪૬૦નક મળતા તેની ધરપકડ કરી છે. ધોરાજી પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અજયગીરી પાસેથી ગાંજો ઉપરાંત મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦નો પણ કબ્જે કરાયો છે

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા તથા જી.જે.ઝાલા, એ.એસ.આઇ ઉપેન્દ્રસિહ જાડેજા તથા વિજયભાઇ ચાવડા પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા તથા સંજયભાઇ નિરંજની તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા અમીતભાઇ કનેરીયા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગોસ્વામી તથા નિરાલીબેન વેકરીયા તથા ડ્રા.હે.કો નરેન્દ્રભાઇ દવે તથા પો.કો. દિલીપસિહ જાડેજા સહિતે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાની સુચના અંતર્ગત કરી છે.

(8:30 pm IST)