Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલત દ્વારા ૨૯૦૦થી વધુ કેસોનો નિકાલ

દેવભૂમિ દ્વારકા,તા.૧૨: ખંભાળીયા ખાતે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્ત્।ા મંડળ - નવી દિલ્હી અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્ત્।ા મંડળ - અમદાવાદની સુચના અને માર્ગદર્શન અન્વયે મુખ્ય ન્યાયધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્ત્।ા મંડળ – દેવભૂમિ દ્વારકાના અધ્યક્ષશ્રી એમ.એ.કડીવાલાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી.

જેમાં સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કુલ ૩૯૫૯ કેસો રાષ્ટ્રીય લોક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૨૯૧૧ કેસોનો માત્ર એક જ દિવસમાં નિકાલ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાષ્ટ્રીય લોક અદાલતના આયોજનમાં પક્ષકારો દ્વારા યોગ્ય જરૂરી સહકાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત લોક અદાલતને સફળ બનાવવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા તમામ ન્યાયધીશ, તમામ બાર એસોસીએેશનના હોદ્દેદારો, સિનીયર તથા જુનિયર ધારાશાસ્ત્રીઓ, દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડ્યા અને જિલ્લા પોલીસ વડા તથા સરકારી અને અર્ધ સરકારી વિવિધ કચેરીઓ તેમજ અદાલતના કર્મચારીઓના સહકારથી માત્ર એક જ દિવસમાં ૨૯૧૧ કેસોનો નિકાલ લાવી શકાયો છે, જે બદલ જિલ્લા કાનૂની સેવા સત્ત્।ા મંડળ - દેવભૂમિ દ્વારકા નાં સચિવ ડી.જે.પરમારે તમામનો આભાર માન્યો હતો. તેમ જિલ્લા કાનુની સત્ત્।ા સેવા મંડળની અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:59 am IST)