Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ગારીયાધારના પાંચ ટોબરામાં નદીમાં પુત્રનો મૃતદેહ મળ્યા બાદ પિતાની શોધખોળ

(ચિરાગ ચાવડા દ્વારા) ગારીયાધાર, તા., ૧૨: તાલુકાના પાંચટોબરા ગામે રહેતા પિતા-પુત્ર આજે સવારે ૯ કલાકના અરસામાં મોટા ભમોદ્રા જતા સમયે શેત્રુંજી નદીમાં ઉપરવાસનું એકાએક પાણી આવી જતા બાઇક સાથે તણાયા હતા.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગારીયાધાર તાલુકાના પાંચટોબરા ગામે રહેતા બાધાભાઇ ગોહીલ (પિતા) અને રોહીતભાઇ (પુત્ર) ઘરકામથી મોટા ભમોદ્રા ગામે બાઇક ઉપર જતા હતા. સવારે ૯ કલાકના અરસામાં શેત્રુજી નદીના બેઠેલા પુર પર ઉપરવાસના વરસાદનું એકાએક પાણી ધસી આવતા પિતા-પુત્ર બાઇક સાથે તણાયા હતા.

જે બન્નેની  શોધખોળ શરૂ કરવામાં આવતા રોહીતભાઇ લાધાભાઇ ગોહીલની સાત કલાકે બોડી મળી આવી હતી. જયારે લાધાભાઇની બોડીની તંત્ર દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.

(12:02 pm IST)