Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ઉના-ગીરગઢડા પંથકમાં ૧ ઇંચ

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૧રઃ ઉના-ગીરગઢડા પંથકમાં રાત્રી દરમિયાન સમયાંતરે વરસાદના ઝાપટા વરસવાનું ચાલુ રહેતા સવાર સુધી સરેરાશ ૧ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

ઉના અને ગીરગઢડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના નાથડ  કેસરીયા સીમાસી આંબાવડ રાત્રી દરમિયાન છુટાછવાયા ઝાપટા વરસી જતા સવારે સુધીમાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. આજે સવારે વાદળીયું વાતાવરણ છે અને વાતાવરણમાં સખત ઉકળાટ છે.

(12:06 pm IST)