Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

જામનગરના દરેડમાં નેપાળી મહીલાની હત્યામાં સીસીટીવી ફૂટેજમાં દેખાતા શંકમંદની ભાળ મેળવવા તપાસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૨ : જામનગરના દરેડ નજીક આવેલા સરકારી ગોડાઉન પાછળના ભાગે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ પરપ્રાંતિય નેપાળી મહિલા હોવાનું સામે આવ્યું હતું અને તે પણ ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું જોકે આ ગર્ભવતી મહિલાની હત્યા કોણે કરી છે અને શા માટે કરવામાં આવી છે તે અંગે જાણી શકાયું નથી અને આ અંગેની જાણ થતાં જ ૧૦૮ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ આરંભી હતી.

મૃતક મહિલા ભૂમિસાઈ ઉર્ફે અંજુબેન ઇન્દ્રબહાદુર નેપાળી હોવાનું સામે આવ્યું છે. આ નેપાળી ગર્ભવતી મહિલાના પતિ ઇન્દ્રબહાદુર ચોકીદારી કરે છે અને જે ઘરમાં હત્યા ન જવાય તે નવા બની રહેલા બાંધકામના ગોડાઉનમાં નેપાળી પરિવારનો વસવાટ થાય છે જેથી તેનો કબાટ અને માલસામાન પણ ત્યાં પડ્યો હતો જે વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને કોઈ તસ્કરોએ ધારદાર તીક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થ વડે હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે મૃતક મહિલાના પતિ સાથે બપોરે દોઢ વાગ્યે વાતચીત થઈ હતી ત્યાર બાદ બપોરથી સાંજ ના સમયગાળા દરમિયાન આ હત્યા નિપજાવી કોઈ ફરાર થઈ ગયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અને આ સમગ્ર ઘટના અંગે મૃતક મહિલાના પતિ ઈન્દ્રકુમાર નેપાળની ફરિયાદના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે 

 દરેડ સગર્ભા નેપાળી મહિલાની હત્યા બાદ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસતા એક શકમંદ વ્યકિત ત્યાંથી પસાર થતો હોવાનું ધ્યાને આવ્યું છે જેથી પોલીસે અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઉપરોકત તસવીરમાં સીસીટીવી ફુટેજમાં પસાર થતો શકમંદ શખ્સ જોઈ શકાય છે (તસવીર : કિંજલ કારસરીયા)

(1:28 pm IST)