Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

જૂનાગઢમાં રેકડીમાં ગેસનો બાટલો રાખી ધારાસભ્ય નીકળ્યાઃ કોંગ્રેસ દ્વારા ભાવ વિરોધ

જુનાગઢઃ શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલ-રાંધણ ગેસ ના ભાવ વધારા સામે 'જન ચેતના અભિયાન' અંતર્ગત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીતભાઈ ચાવડાની સૂચના અનુસાર ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અમીતભાઈ પટેલની આગેવાનીમાં જરૂરીયાતની ચીજ વસ્તુઓના અસહ્ય ભાવ વધારા કરવામાં આવી રહ્યા છે જેના વિરોધમાં અમિતભાઈ પટેલ એ રેકડી મા બાટલો તેમજ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશીને બેસાડી સરકારની આંખો ઉદ્યાડવા રેકડી લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ જૂનાગઢ શહેરમાં નીકળ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલીસ તંત્રનો દુરૂપયોગ કરી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની અટક કરવામાં આવી જયારે જયારે પ્રજાનો અવાજ બને અને કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરે છે ત્યારે સરકાર દ્વારા તેમના અવાજને દબાવવા માં આવી રહ્યો છે.કોરોના મહામારીની વચ્ચે તમામ લોકો મોંઘવારીની અસહ્ય પીડા નીચે જીવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા લોકોનો માટેથી જન આંદોલન ઉઠાવવામાં આવે ત્યારે સરકાર પોલીસ તંત્રનો દુરૂપયોગ કરી લોકો અવાજ દબાવવાનું કામ કરી રહી છે.જન ચેતના આંદોલનમાં સીપીઆઈએમના બટુકભાઈ મકવાણાના સંગઠન ને પણ સમર્થન જાહેર કર્યું હતું અને રેલીમાં જોડાયા હતા.આ કાર્યક્રમ દરમ્યાન જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અમીતભાઈ પટેલ,ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશી, માજી મેયર લાખાભાઈ પરમાર, નટુભાઈ ખીજડા કિશોરભાઈ હડવાણી,મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથીરિયા,વર્ષાબેન લીંબડ,ગુરૂમુખદાસ વાસવાણી,દાદુભાઇ હાલા, મુસાભાઇ દલ, પ્રવીણભાઈ મકવાણા, તેજસભાઈ વદ્યાસીયા,અશોકભાઈ ભેડા,મહેન્દ્રભાઈ સગર,રમેશભાઈ કલોલા, પંકજભાઈ ભરડા, ઈકબાલભાઈ ઠેબાની અટકાયત કરવામાં આવી હતી.

(3:06 pm IST)