Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ભુજના ચુબડક ગામેથી ૧૧.૭૦ લાખનું બાયો ડીઝલ ઝડપાયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા ૧૩:  પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજ તા.ના ચુબડક ગામે દરોડો પાડીને બાયો ડીઝલનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો.

કાનજી ભચુ રવા માતા (આહીર) ની વાડીએ ગેર કાયદે બાયો ડીઝલ વેચાય છે એવી માહિતીને આધારે પોલીસે દરોડો પાડી ટેન્કરમાંથી ૧૪ હજાર લી. અને ટાંકામાંથી ૪ હજાર લી. એમ ૧૧.૭૦ લાખ રૂ. નો ૧૮ હજાર લી. બાયો ડીઝલનો જથ્થો ઝડપી સીઝ કર્યો છે. આ અંગે વાડી માલિક વિરૂદ્ઘ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

(10:18 am IST)