Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

નવી ગાઇડ લાઇનને લઇ હજારો લગ્ન મોકુફ રહેતા સોની વેપારીઓ પણ મુશ્કેલીમાં

સોનાનો સ્ટોક થતાં સુવર્ણકારો ચિંતીત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩: નવી ગાઇડ લાઇનને લઇ હજારો લગ્ન મોકુફ રહેતા સોની વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાય ગયા છે.

મંગળવારે સરકારે કોરોનાનાં વધતા કેસને લઇ આદેશ જારી કરીને લગ્નમાં ૪૦ઢનાં બદલે માત્ર ૧પ૦ જ લોકો એકત્ર થઇ શકશે તેવી તાકીદ કરી હતી. જેના કારણે અનેક પરિવારોમાં ઉત્સાહ-ઉમંગ ગાયબ થઇ ગયો છે. આવી જ હાલત લગ્નસરા સાથે સંકળાયેલા વિવિધ ધંધાર્થીઓની સાથે સોની વેપારીઓની થઇ છે.

જુનાગઢના અગ્રણી સોની વેપારી અભયભાઇ ચોકસીએ જણાવેલ કે, સંખ્યાબંધ લગ્નો મોકુફ રહેવાને કારણે સોની વેપારીઓ પણ ચિંતીત થઇ ગયા છે કેમ કે, મોટાભાગનાં પરિવારોએ લગ્ન માટે સોનાનાં ઘરેણા માટે આપેલો ઓર્ડર પણ મોકુફ અથવા રદ કરતા સુવર્ણકારોને સોનાનો સ્ટોક વધી ગયો છે.

જય ભવાની જવેલર્સનાં અભય ચોકસીને વધુમાં જણાવેલ કે, હાલ સોનાનાં ભાવ પણ કોરોનાનાં કેસની જેમજ સતત વધી રહ્યા છે ત્યારે સોનાનો સ્ટોક વધી જવાથી સુવર્ણકારોની મુડીલ બ્લોક થઇ ગઇ છે જેના કારણે સોની વેપારીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.

શ્રી ચોકસીએ એમ પણ જણાવે કે વર્તમાન વિષમ સ્થિતિ વ્હેલાસર થાળે પડે તેવું સૌ ઇચ્છી રહ્યા છે.

(11:22 am IST)