Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

સુરેન્દ્રનગરના ચુડા મામલતદાર કચેરીમાં ૭ ને કોરોના

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૩: કોરોના હવે રાજયના દરેક ગામડા અને દરેક ખૂણામાં પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ચુડા તાલુકામાં નાયબ મામલતદાર સહિત બે કલાર્ક અને બે ઓપરેટર કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. ચૂડા ખાતે એક કેસ પોઝિટિવ આવ્યો છે જયારે ચુડા મામલતદાર કચેરીમાં અપડાઉન કરતા બહારના વ્યકિતઓ પોઝિટિવ હોવાથી ચુડા મામલતદાર કચેરી કોરોનાની ઝપેટમાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

જયારે જવાબદાર અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા કઈ પણ કહેવામાં આવ્યું નથી અને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે રાજયમાં તમામ શહેરો તથા તાલુકામાં કોરોનાવાયરસના કેસ જોવા મળી રહ્યા છે જેના કારણે હવે લોકોમાં ચિંતાના વાદળ ફરી વળ્યા છે. સરકાર દ્વારા વારંવાર લોકોને કહેવામાં આવે છે કે કોરોનાવાયરસની ગાઈડલાઈનનું પાલન કરો અને માસ્ક અવશ્ય પહેરો.

(11:22 am IST)