Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

વાંકાનેર અંધ-અપંગ સહિત ૧૧૦૦થી વધુ ગૌમાતાના નિભાવ માટે દરરોજ પ૦ હજારથી વધુનો ખર્ચ

લોકડાઉનના કારણે દાનની આવકમાં રપ થી ૩૦ ટકાનો ઘટાડો

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૧૨: વાંકાનેરના જીનપરા વિસ્તારમાં અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના નામે આવેલી છે. આ સંસ્થામાં અંધ-અપંગ ગૌ માતા અને તેનો પરીવાર મળી કુલ ૧૧૦૦ થી વધુ ગૌમાતાનું નિજ નિવાસસ્થાન સમુ આશ્રય સ્થાન બની ગયું છે. વાંકાનેરની આ ગૌ શાળામાં ગાયમાતાને લીલા-સુકા ઘાસ ઉપરાંત ગોળ-ખોળ વિગેરે અપાય છે અને સાથે સાથે નિષ્ણાંત પશુ ચિકિત્સક દ્વારા નિયમીત સારવાર પણ આપવામાં આવે છે. ગાય માતા માટે આવેલુ દાન ખરા સમયે ગાય માતા માટે વાપરવુ જ જોઇએ એવા સુંદર વિચારધારા ધરાવતા પ્રમુખ અને ટ્રસ્ટીઓએ વાંકાનેરના અંધ-અપંગ ગૌઆશ્રમ ટ્રસ્ટ દ્વારા બાજુના રાજાવડલા રોડ ઉપર ગૌ માતા માટે આઠ એકર જગ્યામાં પંદરસોથી વધુ ગૌ માતાનો સારી રીતે નિભાવ થઇ શકે તે માટે ૧૭ મોટા પાકા શેડ, વિશાળ ઘાસ ગોડાઉન, પાણી માટેના સુંદર અવેડાઓ સહીતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અંધ અપંગ ગૌશાળાની રાજાવડલા રોડ ઉપરની ગોપાલવાડીમાં ગૌમાતા માટે રૂપીયા ૭ કરોડના ખર્ચે અદ્યતન ગૌ નિવાસની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

હાલમાં ૧૭ નવા શેડ, બે ઘાસ ગોડાઉન, ચોખ્ખા પાણીના અવેડાઓ તેમજ ગૌશાળામાં પાકા રસ્તાનું કામ પુર્ણ થયેલ છે. તેમજ ગૌમાતાની સારવાર માટે અદ્યતન ઓપરેશન થઇ શકે તેવું દવાખાનુ ગૌમાતા શું છે? તેનાથી આપણને શું ફાયદા થાય છે તેની સંપુર્ણ જાણકારી પ્રાપ્ત થાય તે માટે પ્રદર્શન હોલ નાનપણથી જ બાળકોમાં ગૌમાતા માટે સંવેદના જાગે ગૌસેવાથી વાકેફ થાય અને રમત ગમત સાથે ગૌસેવાને પોતાના જીવનમાં ઉતારવાની પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે આ ગૌશાળામાં બાલ ક્રિડાગણ, ગૌ ગાર્ડ, સીનીયર સીટીઝન પાર્ક, પંખીઓ માટે સુંદર ચબુતરો, ગૌમાતાનું ભવ્ય મંદીર સહીતની જરૂરી તમામ સુવિધાગૌમાતાઓને આ ગૌશાળામાં મળી રહે તેને ધ્યાનમાં રાખી ટ્રસ્ટીઓએ દાતાઓના સહયોગથી આ ભગીરથ કાર્યને પાર પાડવા રાત-દિવસ મહેનત કરી રહયા છે અને હાલ કામ પ્રગતીમાં છે. વાંકાનેર અંધ અપગ ગૌશાળાની ગૌમાતાના નિભાવ માટે દરરોજ પ૦ હજારથી વધારે રોજીંદો ખર્ચ હોય આ માટે દાતાઓનો સહયોગ અતિ જરૂરી હોય ગૌમાતાના નિજ નિવાસ સ્થાન માટે દાનની સરવાણી વહાવવા ટ્રસ્ટી મંડળ દ્વારા અપીલ કરાઇ છે.

અંધ અપંગ ગૌશાળા દ્વારા દુષ્કાળ, ભુકંપ જેવા આપતી સમયે અન્ય ગૌ સેવા કરતી સંસ્થાઓને પણ લીલા-સુકા ઘાસ મોકલી પ્રેરણા રૂપી કાર્ય કરે છે. આવી આ સંસ્થા વર્તમાન સમયમાં કોરોના મહામારીના પગલે આવેલા લોકડાઉનના કારણે આ સંસ્થાને દર વર્ષે દાતાઓ દ્વારા આવતુ દાનમાં રપ થી ૩૦ ટકાનો ઘટાડો થતા ગૌ નિભાવ ખર્ચની ચિંતા ટ્રસ્ટીઓ ગૌ સેવકોમાં પ્રસરી રહી છે. લોકડાઉન પુર્ણ થઇ ગયું છે. ધંધા રોજગાર પણ શરૂ થઇ ગયા છે ત્યારે ફરી દાતાઓએ આ ગૌશાળાને અર્પણ કરાતુ દાનની ઘટ પુરવા ટ્રસ્ટીઓએ અપીલ કરી છે.

વર્ષ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અપુરતા વરસાદને લઇને દુષ્કાળની સ્થિતિ નિર્માણ પામી છે લીલા સુકા ઘાસચારાનો ભાવ પણ દિન પ્રતિદીન વધી રહ્યો છે. ત્યારે ગૌશાળાની સ્થિતિ નિર્માણ પામી છે. લીલા સુકા ઘાસચારાનો ભાવ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગૌશાળાની સ્થિતિ દયનીય બની જાય છે ગાયોને નિભાવવાનો ખર્ચ રોજબરોજ વધતો જાય છે ત્યારે આવનારા ઉનાળાના દિવસો કાઢવા ગૌશાળા ચલાવતી સંસ્થાઓને વધુ કષ્ટદાયક  દેખાય રહ્યા છે.

વાંકાનેરની અંધ અપંગ ગૌશાળાના ટ્રસ્ટીઓએ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને ગૌસેવાની પ્રેરણા આપતુ જે કાર્ય શરૂ કર્યુ છે, અંધ અપંગ ગૌમાતા ઉપરાંત જુદા જુદા ગામની ગૌશાળાની મદદરૂપ થવા, ગૌમાતાના નિભાવ માટે મક્રર સંક્રાતિના પાવન દિને મંડપો (છાવણી) નાખવાની પ્રેરણા અને જે સહયોગની જરૂરતમાં સાથે સહકાર આપવાની પણ તૈયારી દર્શાવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેરની અંધ અપંગ ગૌશાળા માટે નીચે મુજબના સ્થળો ઉપર ગૌ ભકતો ગૌમાતા માટે દાન સ્વીકારશે.

રાજકોટ

મંકર સંક્રાતિના પાવન પર્વ નિમિતે વાંકાનેર અંધ અપંગ ગૈ। આશ્રમ ટ્રસ્ટ દ્વારા રાજકોટમઘ્યે અંબિકા પાર્ક, સ્વામીનારાયણ ગુરૂકુળ, સોરઠીયા વાડી (ઘનશ્યામભાઈ), કોટેચા ચોક પ્રદિપભાઈ, ગાયત્રી એન્જી.કોર્પો., રાઘે હોટલ ૧૫૦ ફટ રીંગરોડ, ઈન્દિરા સર્કલ સંતોષડેરી પાસે, પાણીનો ઘોડો પેડકરોડ, ભકિતનગર સર્કલ, ઈન્દિરા સર્કલ પટેલ ડેરી પાસે, સાંગણવા ચોક, કોટેચા ચોક(મહિલા ગૃપ), બાલાજી હોલ ૧૫૦ ફટ રીંગરોડ, જાગનાથ મંદિર, પૃષ્કરધામ મંદિર, મવડી મેઈનરોડ, અમીનમાર્ગ, પંચનાથ મંદિર, માયાણી ચોક, રૈયા ચોકડી, સાધવાસવાણી રોડ ગંગોત્રી ડેરી, સોરઠીયાવાડી, રાણીટાવર, ત્રિકોણબાગ, નંદાહોલ, ઝુલેલાલ મંદિર, લીલા ખંડપીઠ, જંકશન પ્લોટ, બજરંગ સોડા, સ્વામીનારાયણ ચોક, બાપાસીતારામ ચોક, એરોડમ રોડ, કે.કે.વી. હોલ, એસ્ટ્રોન સોસાયટી, પંચાયત ચોક, નાણાંવટી ચોક, કિશાનપરા, સદગુરૂ સાનિધ્ય ચોક (સંતકબીરરોડ), પેલેસ રોડ આશાપુરા મંદિરની બાજુમાં, ગુંદાવાડી, મવડી મેઈન રોડ (મહિલા ગૃપ), ચિરાગ હોસ્પીટલ સામે ૮૦ ફુટ મેઈન રોડ, રેયારોડ સાધુવાસવાણી રોડ કોર્નર, એસ.એન.કે.ચોક યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર પાસે, એસ્ટોન ચોક, રાજનગર ચોક, ત્રિમર્તિ બાલાજી મંદિર ૧૫૦ ફુટ રીંગ રોડ, આબલીયા હનુમાન જંકશન, સાધુ વાસવાણી રોડ ભવાની ગોલા સામે, ત્રિવેણી ગેઈટ સંતકબીર રોડ, શીવ ફેમીલી રેસ્ટોરન્ટ કુવાડવા રોડ, જય ઓટો કન્સ્લટ ૮૦ ફુટ રોડ, અકિલા ચોક, ગુંદાવાડી ચોરા પાસે, રામપીર ચોકડી, રામેશ્વર ચોક, આગ્રપાણી ફાટક પાસે, બાલા હનુમાન કરણસિંહજી રોડ, નાના મવા રોડ, મવડી મેઈન રોડ ખોડીયાર ડેરી પાસે, શેઠનગર મોદી એસ્ટેટ, ગોંડલ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી

મોરબી

મોરબીમાં ખોડીયાર રેસ્ટોરન્ટ જુના બસ સ્ટેન્ડ પાસે, સદ્ગુરૂ મીલ્ક પોઇટ શનાળા રોડ, દીના પ્રોવિઝન વર્ધમાન રેડીડન્ટ કેનાલ રોડ, પટેલ મેડીકલ રવાપર રોડ, ગાંધી ચોક, પેટ્રોલ પંપની બાજુમાં, મયુર પાન પંચવટી સોસાયટી નવયુગ સ્કુલ પાસે, ડાયમંડ માર્કેટ રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે, સરદાર સ્ટેચ્યુ, શકિત પુષ્પ ભંડાર ગ્રીન ચોક, લીલા લહેર રવાપર રોડ, ઉમીયા સર્કલ શનાળા રોડ, શ્રીજી પાર્ક-ર, રવિ પાર્ક-ર, વાવડી રોડ, આર્દશ સોસાયટી સરદાર બાગ, ભાવિકા પ્રોવીઝન ગોપાલ સોસાયટી, મારૂતી જનરલ ઋષભનગર, રાજા મેડીકલ સ્ટોર સાવસર પ્લોટ મેઇન રોડ, બાલાજી પ્રોવિઝન માધાપર ઝાંપા સામે, જાગૃતિ નોવેલ્ટી શકિત પ્લોટ, નજરબાગ રેલ્વે સ્ટેશન, આકાશ એપાર્ટમેન્ટ લખધીરવાસ, ગેંડા સર્કલ, એવન્યુ પાર્ક રવાપર રોડ, મહેશ્વરી મેડીકલ, રાજનગર, ખોડીયાર પ્રોવીઝન કુબેરનગર, નહેરૂ ગેઇટ ચોક, સ્વાગત હોલ કેનાલ ચોકડી રવાપર રોડ, સ્વામી નારાયણ મંદિર શનાળા રોડ, સિધ્ધી વિનાયક ધુનડા, અવધ શ્રીકુંજ સોસાયટી, બાલાજી પ્રોવિઝન અવની ચોકડી, ડો. દિલીપભાઇ ભટ્ટ ન્યુ ગુજ. હા., પસંદ ચા-નવા ડેલા રોડ, ઉત્સવ પ્રોવિઝન પાટીદાર ટાઉનશીપ, રઘુવીર એસ. ડી. પી. સી. ઓ. વસંત પ્લોટ, બંસીધર ડેરી ફાર્મ મહેન્દ્રનગર ચોકડી, ઉમા ટાઉન શીપ ચોક મોરબીઅર, વૃંદાવન પાર્ક ગેઇટ મોરબી-ર, વૃષભનગર ગેઇટ મોરબી-ર, રામદૂત પાન-શ્રીમદ રાજનગર પંચાસર રોડ, સરદારનગર.

જામનગર

જામનગર બાલા હનુમાન મંદિર સામે તળાવની પાછળ, સેન્ટઅંશ સ્કુલ સામે પંડીત નહેરૂ માર્ગ, કિરીટ સ્વીટ એન્ડ નમકીન પટેલ કોલોની ૯, ચાંદી બજાર ચોક, રણજીતનગર પટેલ સમાજની વાડી પાસે, રામશ્વેરનગર-ર સરદાર ભવન, ખોડીયાર કોલોની પાસે, ગુરૂદત્તાત્રેય મંદિર પાસે, એમ્યુઝન પાર્ક, જનતા ફાટક ઇન્દીરા રોડ, પટેલ પાર્ક, બેડી ગેઇટ, ઉદ્યોગનગર ફેઇસ-૩, ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં અમર સેલ્સ કંપની જુના ગેઇટ સ્ટેશન પાસે, રાજ-મંદિર પાસે, મલહાર ચોક, માતુશ્રી કોમ્પ્લેક્ષ રતનપર (જોરાવરનગર) ક્રોઝવે પાસે, દિપ ચશ્મા ઘર ન્યુ અંડર બ્રીજ પાસે, ૮૦ ફુટ રોડ નવરંગ સોસાયટી પાસે, નવા જંકશન રોડ, કુન્તુનાથ દેરાસર ચોક પાસે, તેમજ વાંકાનેર માં શ્રી અંધ અપંગ ગૌ આશ્રમની ઓફીસ જીનપરા, જયશ્રી રામ દુગ્ધાલય (ભાઇલાલભાઇ પેંડાવાળા) તેમજ જીતુભાઇ સોમાણી ગ્રુપ મારકીટ ચોક, ગૌશાળા ઓફીસ, ગોપાલવાડી રાજાવડલા ઓફીસ તેમજ

જામખંભાળીયા

જામખંભાળીયા મુકેશભાઇ પંચમતીયા તેમજ ગૌસેવા સમિતિ સાગર એન્ટરપ્રાઇઝ પોષ્ટ ઓફીસ રોઙ

વાંકાનેરની અંધ અપંગ ગૌ માતાઓ માટે ઉપરોકત સ્થળે દાન સ્વીકારવા માટે છાવણીઓ (મંડપ) ઉભા કરી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જેમાં સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહી દાન સ્વીકારશે. આ ઉપરાંત વાંકાનેર, મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જામખંભાળીયા, વિગેરે ગામોમાં ગૌ સેવા પ્રચાર રથ પણ ફરશે.

અંધ અંપગ ગૌશાળા વાંકાનેર દ્વારા ગૌમાતાના ગૌમૂત્ર અને ગૌ ગોબરમાંથી પંચગવ્ય ઘર વપરાશ અને શરીર માટે ઉપયોગી ગૌશાળાનું વલોણાથી બનાવેલું શુધ્ધ ઘી તેમજ સેમ્પુ, હેરઓઇલ ફીનાઇલ તેમજ ધુપબતી સહિતની વસ્તુઓ બનાવવાનો ગૌશાળાએ શરૂ કર્યુ છે. અને વાંકાનેર ગૌશાળાની જીનપરા ઓફીસેથી વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેનો સર્વે ગૌભકતોએ લાભ લેવા ગૌશાળાના ટ્રસ્ટીઓએ અપીલ કરી છે.

(11:49 am IST)