Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

સાયલા નજીક આવેલ યુ.પી બિહાર દરભંગા હોટલમાંથી ડીઝલનો જથ્થો ઝડપાયો

વઢવાણ,તા.૧૩ :  સાયલા-ચોટીલા નેશનલ હાઇવે રોડ ઉપર ગોસળ બોર્ડ નજીક આવેલ યુપી બિહાર દરભંગા નામની હોટલમાં છાપો મારતા આરોપી રાજેશભાઇ રબ્બીભાઇ શાહ રહે.ગોસળ ભરવાડ વાસ તા.સાયલા મુળ રહે. બિહાર રાજય વાળાને સાયલા ચોટીલા હાઇવે હોટલના પાછળના ભાગે પોતાના કબ્જા ભોગવટામાં કોઇપણ જાતના બીલ કે આધાર પુરાવા વગર ચોરી કે છળકપટથી મેળવેલ કુલ ડીઝલ લીટર-૨૨૫ કિ.રૂ.૨૦,૦૨૫/- તથા પ્લા.ના ખાલી તથા ભરેલ કુલ કેરબા નંગ-૧૧ કિ.રૂ.૬૦૦/- તથા કરવાળુ-૧ કિ.રૂ.૧૦૦/- તથા પ્લા.ની નોઝલ કિ.રૂ.૮૦/- મળી કુલ કિ.રૂ.૨૦,૮૦૫/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર મળી નહી આવતા તમામ મુદામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી, આગળની કાર્યવાહી સારૂ સાયલા પોલીસ સ્ટેશન સોપી આપેલ છે. એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર  એમ.ડી.ચૌધરી સાહેબના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. જુવાનસિંહ મનુભા તથા પો.હેડ.કોન્સ. અમરકુમાર કનુભા તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ એ રીતેની ટીમ દ્વારા ઉપરોકત ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલનો જથ્થો ઝડપી પાડેલ છે.

(11:43 am IST)