Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કેન્‍દ્ર સરકારના રોડ ટ્રાન્‍સપોર્ટ સેક્રેટરી દ્વારકા ઓખાની મુલાકાતે

નેશનલ હાઇવે તથા સિગ્નેચર પ્રીન્‍ટનું નિરક્ષણ

ખંભાળીયા તા. ૧૩ : ભારતના કેન્‍દ્રીય પરિવહન તથા ટ્રાન્‍સપોર્ટ વિભાગના મુખ્‍ય સેક્રેટેરીએ અસ્‍માત તેમની ટીમ સાથે સૌરાષ્‍ટ્રની મુલાકાતે આવ્‍યા હતા. તથા  દ્વારકા સોમનાથ તથા દ્વારકા  ફરંગા દેવળિયા ખંભાળિયા નેશનલ હાઇવે તથા દ્વારકાના બેટના સિગ્નેચર બ્રીજની મુલાકાત લઇને આ તમામ માર્ગોની પ્રગતિ વિષે જાણકારી મેળવી હતી.
શ્રી એ. અરમાન સાથે નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ દ્વારકા જિલ્લા કલેકટરશ્રી એમ.એસ.પંડયા તથા દ્વારકા પ્રાંત અધિકારી પણ જોડાયા હતા.
સિગ્નેચર બ્રીજની કામગીરીનું ખાસ નિરીક્ષણ કરીને થયેલી કામગીરી તથા ભવિષ્‍યમાં કઇ રીતે કાર્ય પુરૂ થશે તેની ટાઇમ લીમીટ અંગે પણ ચર્ચાઓ કરી હતી તથા દ્વારકા જગત મંદિરના દર્શન કરીને આશિર્વાદ પણ મેળવ્‍યા હતા


 

(12:57 pm IST)