Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

દ્વારકામાં એક જ દિ'માં પ૬ નવા કેસઃ સૌથી વધુ કેસ દ્વારકામાં નિકળતા કલેકટર દોડયાઃ હોસ્‍પિટલમાં બે દર્દી

ખંભાળિયા તા.૧૩ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ કેસો દ્વારકા તાલુકાના નીકળતા હોય તથા ગઇકાલે એક જ દિવસમાં મિલીટરી વિસ્‍તારમાં ૧૬ કેસો નીકળતા તથા દ્વારકા તથા ગ્રામ્‍ય પંથકમાં મોટી સંખ્‍યામાં કેસો નીકળતા જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. રાજ સુતરીયા, ડો. નીરજ ભુત વિ. ટીમ સાથે દ્વારકાની મુલાકાતે પહોંચી ગયા હતા.
દ્વારકા જિલ્લામાં દ્વારકામાં જ જિલ્લા આરોગ્‍ય અધિકારીનો કેમ્‍પ, ૩પ ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે તથા જરા પણ તાવ, શરદી, ઉધરસ હોય તેનું ચેકિંગ જરુર પડયે દવા તથા સારવાર, કન્‍ટેન્‍ટ મેન્‍ટ ઝોનની મુલાકાત દશ જેટલા ધનવંતરી રથ તથા આરોગ્‍ય ખાતા દ્વારા ચકાસણીની વ્‍યવસ્‍થા કરાવી હતી તથા ખાસ કેસો વધવામાં કોરોનાસંક્રમિત થયા પછી ટેસ્‍ટીંગ દવાના લેવાનું ધ્‍યાને આવતા તે તરફ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા કલેકટરશ્રી પંડયાએ દ્વારકાના રેવજી, આરોગ્‍ય તથા પાલિકાના અધિકારીઓ સાથે મિટીંગ યોજીને માર્ગદર્શન પણ પુરૂ પાડયુ હતુ.
દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ ગઇકાલે સમગ્ર ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થવાની સાથે ર૪ કલાકમાં પ૬ નવા કેસ નોંધાતા ભારે દોડધામ તંત્રએ કરવી પડી હતી.
દ્વારકા જિલ્લામાં કુલ ૧૩ર૧ના ટેસ્‍ટીંગ થયા હતા. જેમાં દ્વારકામાં નવા ૪૧ કેસો નોંધાયા હતા તથા ભાણવડમાં ૧૪ તથા ખંભાળિયામાં ૧ મળી પ૬ કેસો નોંધાયા હતા. જયારે કલ્‍યાણપુર તાલુકામાં એક પણ નવો કેસ નોંધાયો નથી.
ભાણવડમાં ભાણવડ શહેર, સઇ દેવળીયા તથા ભેનકવડ વિસ્‍તારમાં નવા કેસ નોંધાયા છે. જયારે ખંભાળિયામાં ઠાકર શેટડી ગામે તથા દ્વારકામાં આનંદ ચોક, ફુલવાડી, નરસંગ ટેકરી, ઓખામાં નવી બજાર તથા એસ.આર. પી.બી. એલ.એફ.ના જવાનોમાં સામુહિક રીતે ૧૭ કેસો નીકળતા તંત્ર દોડવા લાગ્‍યુ હતુ.
બી.એસ.એફ.ના કોઇ જવાનોને આ સંક્રમણ થતાં તથા તે પછી ચેકિંગ ના કરતા તથા આઇસોલેશનના કરાતા એક સાથે ૧૭ જવાનોને કોરોના પોઝીટીવ નીકળતા કેમ્‍પમાં હડકંપની સ્‍થિતિ સાથે સર્વે માટે ટીમો ઉતરી પડી હતી તથા માઇક્રો કન્‍ટેન્‍ટમેંટ ઝોન પણ જાહેર કરાયા હતા.
સમગ્ર ગુજરાત તથા દેશમાં ૬૦ વર્ષથી ઉપરની વય જુથના લોકો તથા આરોગ્‍ય હેલ્‍થ વર્કરો તથા ફ્રન્‍ટ લાઇન વર્કરોને બે રસીના ડોઝ પછી બુસ્‍ટર ડોઝ પ્રિકોશન ડોઝની કામગીરીનું આયોજન નકકી કરાતા દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે. જાડેજા તથા જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. રાજ સુતરીયા, ડો. એમ.ડી. જેઠવા તથા ડો. નીરજ ભુત દ્વારા સમગ્ર જિલ્લામાં ૧રપ ઉપરાંતની ટીમો દ્વારા ત્રીજો ડોઝ શરૂ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમા પ્રથમ તબકકામાં ૩૪૧૧ હેલ્‍થ વર્કર, પ૮૦૮ ફ્રન્‍ટ લાઇન વર્કરો તથા સિનિયર સીટીઝનને પ્રિકોશન ત્રીજો ડોઝ બુસ્‍ટર ૬૦ હજારની ઉપરાંતના લોકો માટે કાર્યવાહી ગત સોમવારથી શરૂ કરવામાં આવી છે.
૧પ થી ૧૮ વય જુથના બાળકોને રસીનો પ્રથમ ડોઝ સાથે બે રસી લીધી હોય તેમને નવ માસના સમય ગાળા પછી ત્રીજો પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરાયુ છે તથા ૧૪ હજારથી વધુ વ્‍યકિતઓને આવા ડોઝ અપાયા છે તથા કામગીરી સતત ચાલુ રખાઇ છે.
 

(1:00 pm IST)