Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

જૂનાગઢમાં કર્ફયુની કડક અમલવારી કરાવતી પોલીસ

જૂનાગઢ,તા.૧૩ : ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પી.આઈ. એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પીઆઇ એન.આઈ.રાઠોડ, તાલુકા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એ.એમ.ગોહેલ, સી ડિવિઝન પીએસઆઇ જે.જે.ગઢવી, જે.એમ.વાજા, ભવનાથ પીએસઆઇ એમ.સી.ચુડાસમા સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્‍ટાફની જુદી જુદી ટીમ દ્વારા રાત્રીના ૧૦:૦૦ વાગ્‍યા પછી કાર્યવાહી હાથ ધરી ૧૦ જેટલા લોકોને શહેરમાં બિન જરૂરી ફરતા તથા દુકાનો ખુલ્લી રાખી, વેપાર કરતા પકડી પાડી, ધરપકડ કરી, કાર્યવાહી કરવામાં આવેલ હતી. ઉપરાંત શહેર વિસ્‍તારના મજેવડી ગેઇટ, ગાંધી ચોક, કાળવા ચોક, બીલખા ગેઇટ, સુખનાથ ચોક, દીવાન ચોક, મોતીબાગ, ઝાંસીના પૂતળા, ઝાંઝરડા ચોકડી, સાબલપુર ચોકડી, મધુરમ ગેઇટ, સહિતના પોઇન્‍ટ ઉપર પોલીસ પોઇન્‍ટ ગોઠવી, સઘન ચેકીંગ હાથ ધરી, બિન જરૂરી કરફયુ ભંગ કરી, ફરતા લોકોને પકડી પાડી, ધરપકડ કરી, ગુન્‍હાઓ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. ગાઈરાત્રી દરમિયાન કરફયુ ભંગ કરતા આરોપીઓ (૧) રાયજીબાગ સંતુષ્‍ટ્રી આઈસ્‍ક્રીમની દુકાન ખુલ્લી રાખતા, પારસભાઈ અરવિંદભાઈ રાઠોડ ઉવ. ૨૫ રહે. મધુરમ, જૂનાગઢ (૨) બજરંગ ગાંઠિયા લારી વાળા શિવરાજભાઈ પરસોત્તમભાઈ સોલંકી આદિત્‍ય શાક માર્કેટ નંદનવન રોડ, જૂનાગઢ, (૩) રિયલ ગાંઠિયા લારી વાળા સોહિલ ઈકબાલભાઈ પઠાણ બીલખા રોડ, જૂનાગઢ, (૪) કચ્‍છી દાબેલી અગ્રઅવતના દવાખાના પાસે, જોશીપુરા ખાતેથી હિરેન્‍દ્ર નરોત્તમભાઈ ચંદે (૫) બિન જરૂરી ફરતા નતેન્‍દ્રભાઈ હમીરભાઈ સોલંકી મીરાનગર, જૂનાગઢ સહિતના આશરે ૧૦ જેટલા ઇસમોને પકડી પાડી, ધરપકડ કરી, કરફયુ ભંગ અંગેના ગુન્‍હાઓ દાખલ કરી, કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સિવાય ચાલુ માસે છેલ્લા ૧૧ દિવસમાં માસ્‍ક વગર ફરતા ૩૮૩ માણસોને પકડી પાડી, રૂ. ૩,૮૩,૦૦૦/- દંડ પણ વસુલ કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસની કાર્યવાહીથી જૂનાગઢ શહેરમાં સોપો પડી ગયો હતો અને માણસો પોતાની જાતે સ્‍વયંભૂ કરફયુનું પાલન કરવાની પોતાની ફરજ સમજી ગયા હતા.
 આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જુનાવઢ શહેરમાં રાત્રી કરફયુના અમલ કરાવવા તેમજ દિવસ દરમિયાન માસ્‍ક વગર ફરતા લોકોને દંડ કરવા જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવી, કડક હાથે કામ લેવા આયોજન કરવામાં આવેલ હોઈ, લોકોના સ્‍વાસ્‍થ્‍ય અંગે માસ્‍ક પહેરવું, સરકારની ગાઈડ લાઇનનું પાલન અને રાત્રી કરફયુ જરૂરી હોઈ, લોકોને રાત્રી દરમિયાન પોત પોતાના ઘરમાં જ રહેવા અને કરફયુ ભંગ કરી, કાયદાકીય કાર્યવાહીથી બચવા, જૂનાગઢ પોલીસ તરફથી વિનંતી કરવામાં આવેલ છે. આ કાર્યવાહી સરકારની ગાઈડ લાઇન મુજબ ૨૨ જાન્‍યુઆરી સુધી સતત ચાલુ રાખવામાં આવશે.

 

(1:00 pm IST)