Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જયંતિભાઇ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૧૩: મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જયંતીભાઈ જે પટેલની નિમણુક કરવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ની ભલામણથી ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનિયા ગાંધીના આદેશથી જવાબદારી સોપવામાં આવી છે.
હાલ કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યરત હતા અને ચાલુ વર્ષ વિધાનસભા ચુંટણી યોજાનાર છે ત્‍યારે જયંતીભાઈ પટેલને જીલ્લા પ્રમુખની જવાબદારી સોપવામાં આવી છે જે નિમણુક બદલ જીલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્‍છાઓ પાઠવી છે.


 

(1:09 pm IST)