Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

પોરબંદરમાં マદયરોગની બંધ હોસ્‍પીટલ પુનઃ ચાલુ કરવા રેડક્રોસ જેવી સંસ્‍થા આગળ આવે તેવો સુર

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૩:  હ્‍દયરોગની બંધ પડેલી અદ્યતન  હોસ્‍પીટલ પુનઃ  ચાલુ કરવા રેડક્રોસ જેવી સંસ્‍થાઓ આગળ આવે તેવો લોકોમાં સુર નીકળી રહયો છે.
પોરબંદર જીલ્લામાં અને શહેરમાં રેડક્રોસ સોસાયટીની શાખા આવેલ છે. જે ભાવસિંહજી હોસ્‍પીટલ ભુતનાથ મહાદેવ, ખોજાવાડ ખોજા ધર્મ શાળા પાસે આ શાખા કાર્યરત ભાવસિંહજી હોસ્‍પીટલ નિવૃતી વય મર્યાદા કારણે થયેલ. બેસ્‍ટ લેબોરેટ્રીયન અકબર સોરઠીયાની નિગાહમાં રેડક્રોસ સોસાયટી કાર્યરત છે. ત્‍યારે આ જીલ્લાની પાંચ લાખની જનસંખ્‍યા તેમજ સરહદી જીલ્લા દેવભુમી દ્વારકા, જામનગર, જુનાગઢ, રાજકોટ જીલ્લાના સરહદી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તાર શહેરી વિસ્‍તારના નાગરીકો દર્દભરી કરૂણતા સાથે માનવતાનો સાદ પાડે છે. દર્દ ભરેલ માનવતાના સાદમાં નાગરીકો રેડક્રોસ સોસાયટીના સોસાયટીના સંકચાલકોએ પોરબંદર - અમદાવાદ - રાણાવાવ - રાજકોટ - પોરબંદર નેશનલ હાઈવે ૮(બ) એરોડ્રોમ સામે રાણાવાવ તાલુકાના રાણા વિરપુર યાને વનાણા ગામના સર્વે નંબરની ૧૮ અઢાર વિઘા જમીન ઉપર સ્‍વ. શેઠ શ્રી નાનજીભાઈ કાલીદાસભાઈ મહેતા હૃદયરોગની હોસ્‍પીટલ શરૂ કરવા તે બિલ્‍ડીંગનો કબ્‍જો આર્થિક ભંડોળ વિગેરે ઉચ્‍ચસ્‍તરે રજુઆત કરી સ્‍વ. શેઠ  નાનજીભાઈ કાલીદાસભાઈ મહેતા હોસ્‍પીટલ શરૂ કરવા ભંડોળ બિલ્‍ડીંગમાં પુનઃ શરૂઆત કરવા અને વર્તમાન સમયમાં હૃદયરોગના દર્દીઓની સંખ્‍યા વધતી જાય છે ત્‍યારે શરૂઆતમાં આજથી ત્રીસ વર્ષ પહેલા આ હોસ્‍પીટલ કાર્યરત થઈ અને એશીયા ભરમાં આગવા સ્‍થાને હતી જે તે સમયે પણ અદ્યતન સાધન સામગ્રી ધરાવતી હતી. ભારતના એશીયા ખંડના સર્વશ્રેષ્‍ઠ હૃદયરોગ તબીબોમાં મોખરાનું સ્‍થાન ધરાવતા ડો. ઓ.ટી. સામાણી માનદ સેવા પ્રાપ્‍ત હતી.
 પોરબંદર મેડીકલ રીલીફ સોસાયટી દ્વારા સાકાર થયેલ મેડીકલ રીલીફ સોસાયટી અને સ્‍વ. શેઠ નાનજીભાઈ કાલીદાસભાઈ મહેતા હૃદયરોગની હોસ્‍પીટલ બોમ્‍બે પબ્‍લીક ટ્રસ્‍ટ એકટ નીચે રજીસ્‍ટર્ડ થયેલ સંસ્‍થા છે અને જાહેર દાતાઓ દ્વારા દાન મેળવવા હક્કદાર જેવી હોસ્‍પીટલ સાકાર થવાની છે તેવી જાણ વિદેશ વસતા પોરબંદર સખીદાતાઓને થતા વિદેશમાં ભંડોળ તેમજ જે તે સમયે થયેલ અદ્યતન શોધ મુજબ યાંત્રિક તબીબી સાધન સામગ્રીનું અનુદાન મળવા લાગેલ તેમજ વલનમાંથી તેમજ ગ્રામ્‍ય આસપાસ વિસ્‍તારોમાંથી દાતાઓ દ્વારા સારૂ એવુ દાન મળવા લાગેલ. તેમજ આસપાસના વિસ્‍તારોમાંથી હૃદયરોગના દર્દીઓ સારવારમાં આવતા હોસ્‍પીટલમાં સારવાર અર્થે આવેલ દર્દીઓને પથારી મળવી મુશ્‍કેલ રહેતી. પ્રાયોરીટીના ધોરણે પ્રવેશ આપવામાં આવતો.
સ્‍વ. શેઠ નાનજીભાઈ મહેતા હોસ્‍પીટલને રાણાવાવ તાલુકાના રાણા વિરપુર-વનાણાના સર્વે નંબરમાંથી ૧૮ અઢાર વિઘા જમીન સરકારશ્રીએ વિનામૂલ્‍યે આપી તેમા ચોક્કસ સ્‍પષ્‍ટ હેતુ સચવાયેલ છે, શરતભંગમાં આવતી નથી. હોસ્‍પીટલ કાર્યરત હતી પરંતુ સફેદ કોલર ધરાવતા મૃદુભાષી રાજકીય સફેદ કોલર જમીન બાજનર રાખનાર માફિયા સાથે પૂર્વ વર્તમાન જીલ્લા આ જમીન હસ્‍તક લેવાની કોઈ સત્તા ન હોવા છતા સફેદ જમીન માફીયાની ટોળકી મીલી ભગતના ઇશારે હસ્‍તક લઇ જમીન હસ્‍તગત કરતા દાતાઓને જો જનતાને વિશ્વાસમાં લેવાયેલ નથી.
પુર્વ વર્તમાન કલેકટરશ્રીના આ નિર્ણય અને હુકમની તપાસ થવી જોઇએ કોના ઇશારો આ કાર્યવાહી  થઇ છે. મોટી રકમનું એકત્ર થયેલ ભંડોળ અને જમા થતા વ્‍યાજની રકમ પણ સરકાર હસ્‍તક લઇ આરોગ્‍ય વિભાગને સોંપી હોસ્‍પીટલ પુનઃ શરૂ કરવાના તેઓશ્રીની ફરજમાં આવતુ હતું. આ હોસ્‍પીટલ પુનઃ શરૂ  આર.ટી.આઇ. થયેલ તેમજ જાહેર હિતની અરજી જીલ્લા કલેકટરશ્રીની કોર્ટમાં અરજદારો સ્‍વ.પ્રાગજીભાઇ તુંબડીયા, હેમેન્‍દ્રકુમાર એમ.પારેખ, અનિલભાઇ નારણદાસ રાણીંગા, સામાજીક કાર્યકર દિલીપભાઇ  લીલાધરભાઇ મશરૂ દ્વારા જાહેર હિતની અરજી પર અરજદારોને સાંભળવાની પણ તક આપી નથી. એટલું જ નહી. જે તે સમય અરજદારોની તેમજ વિશાળ જનહિત માંગણી તેમજ સરકારશ્રીના પ્રતિનિધી ન્‍યાયકીય તુલના કરી હોસ્‍પીટલના ટ્રસ્‍ટીઓને હોસ્‍પીટલ પુનઃ શરૂ કરવા હુકમ કરેલ આર્થીક ભંડોળ બાબતે પણ જણાવેલ જે પુર્વ જીલ્લા કલેકટરશ્રીનો હુકમ બદલવા કે રદ કરવાની કોઇ સતા નથી. પરંતુ આ હોસ્‍પીટલ શરૂ કરાવવા પ્રયત્‍નશીલતા અને જાગૃતી દાખવવી જોઇએ તેવો પ્રશ્ન પુવર્તે છે.

 

(1:24 pm IST)