Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

પોરબંદરઃ સોશ્‍યલ મીડિયામાં ઉશ્‍કેરીજનક કોમેન્‍ટ કરનાર પોલીસ કોન્‍સ્‍ટેબલ સામે ગુન્‍હો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૩ :.. પોલીસ કર્મચારીઓના પગાર વધારાના આંદોલન અંગે સરકાર વિરૂધ્‍ધ સોશ્‍યલ મીડીયામાં ઉશ્‍કેરીજનક પોસ્‍ટ મુકીને કોમેન્‍ટ કરનાર પોલીસ હેડ કવાટર્સ એમ.ટી. (મોટર ટ્રાન્‍સપોર્ટ) વિભાગના કોન્‍સ્‍ટેબલ અને ડ્રાઇવર નરેન્‍દ્રસિંહ પરમાર સામે કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો નોંધાયો છે.
પોલીસ હેડ કવાટર્સ એમ. ટી. (મોટર ટ્રાન્‍સપોર્ટ) વિભાગમાં કોન્‍સ્‍ટેબલ અને ડ્રાઇવર તરીકે ફરજ બજાવનાર નરેન્‍દ્રસિંહ પરમારે પોલીસના પગાર વધારા આંદોલન સંબંધે સરકાર વિરૂધ્‍ધ ઉશ્‍કેરીજનક પોસ્‍ટ મુકીને કોમેન્‍ટ કર્યાની સાઇબર સેલના વાયરલેસ પીએસઆઇ સુમનબા જાડેજાએ કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ કરતા કોન્‍સ્‍ટેબલ નરેન્‍દ્રસિંહ પરમાર સામે કમલાબાગ પોલીસે ગુન્‍હો નોંધીને કાર્યવાહી કરી છે.
આ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે હેડ કોન્‍સ્‍ટેબલ નરેન્‍દ્રસિંહ પરમારે સોશ્‍યલ મીડિયા ઉપર સરકાર વિરૂધ્‍ધ ઉશ્‍કેરીજનક પોસ્‍ટ મુકયા બાદ અને હાલ તેના પિતાની નાદુરસ્‍ત તબીયત હોય ફેમીલી સીક રજા ઉપર ઉતરી ગયેલ છે. કમલાબાગ પોલીસ સ્‍ટેશનની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

 

(1:24 pm IST)