Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

પોરબંદર : ખાતરમાં અસહ્ય ભાવ વધારો પરત ખેંચવા આમ આદમી પાર્ટી દ્વારા રજુઆત

પોરબંદર, તા.૧૩ :  ખાતરનો ભાવવધારો પરત ખેચી ખેડૂતો પરનો બોજ વધતો અટકાવવા બાબત કિશાન સંગઠન આમ આદમી પાર્ટી દ્વારા મુખ્‍યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.  આ રજુઆતમાં જણાવેલ કે રાસાયણિક ખાતરનો પ૦ થી ૬૦ ટકા જેટલો ભાવ વધારો ગઇ સાલમાં જાહેર કરવામાં આવ્‍યો હતો. તે વખતે ડી.એ.પી. ખાતરના ૧ર૦૦/- રૂપિયાથી વધારીને ૧૯૦૦/- થવાના હતા. એન.પી.કે. ખાતરના ૧૧૮પ/- રૂપિયાથી વધારીને ૧૮૦૦/- થવાના હતા. એ.એસ.પી. ખાતરના ૯૭પ/- રૂપિયાથી વધારીને ૧૩પ૦/- થવાના હતા. એ ભાવવધારાનો ખેડૂતો, ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા સખ્‍ત વિરોધ કરાયો હતો. ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષોના વિરોધને ધ્‍યાનમાં રાખી પ્રેસ કોન્‍ફરન્‍સ કરી આ ભાવ -વધારાનો બોજ ખેડૂતો માથે નહિ જ પડવા દેવાય અને સરકાર સબસીડીની રકમ વધારીને સરભર કરશે એવી જાહેરાત કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ કરી હતી. ત્‍યારે સ્‍પષ્‍ટ દેખાતુ જ હતું કે, આ ભાવ વધારાની યોગ્‍યતા ચકાસ્‍યા વગર જ કમાવી આપવા માટે સરકારે કરેલું ષડયંત્ર હતું. તાત્‍કાલિક ખેડૂતોના રોષને ટાળવાનું કામ કર્યુ હતું.

 

(1:27 pm IST)