Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

પોરબંદરઃ કોર્ટનો સ્‍ટે હોય તો પણ જમીનમાં દસ્‍તાવેજ મુજબ એન્‍ટ્રી પાડી શકાય? ચુકાદો

પોરબંદર, તા.૧૩: પોરબંદર કોર્ટનો સ્‍ટે હોવા છતાં બાકીની જમીન દસ્‍તાવેજ મુજબ એન્‍ટ્રી પાડી શકાય તેવો મહેસુલ સચિવનો મહત્‍વનો ચુકાદો આપેલ હતો.
સામાન્‍ય રીતે રેવન્‍યુ અધિકારીઓ કોર્ટમાં દાવો પેન્‍ડીંગ હોય તો પણ રેવન્‍યુ બાબતો એટલે કે, દસ્‍તાવેજની એન્‍ટ્રી, વારસાઈ એન્‍ટ્રી કે અન્‍ય એન્‍ટ્રીઓ સંબંધે હુકમ કરવાને બદલે જે દાવો પેન્‍ડીંગ છે. તેમાં જે કાંઈ નિર્ણય આવે તે મુજબ એન્‍ટ્રી પડવાનો હુકમ કર છે અને  તેમાં પણ કોઈ કોર્ટે સ્‍ટે આપ્‍યો હોય તો તે અન્‍વયે હુકમનું ચોકકસ અર્થઘટન કરવાને બદલે કોર્ટનો સ્‍ટે હોવાનુ જણાવી રેવન્‍યુ અધિકારી કોઈ નિર્ણય લેતા નથી, અને તે મુજબ જ પોરબંદર તાલુકાના રોજીવાડા ગામની જમીન અન્‍વયે દિકરીએ પિતા સામે દાવો કરેલો હોય અને જમીનમાં તેનો છઠો ભાગ હોવાની માંગણી કરેલી હોય અને જમીન માલીક તે દાવામાં લડવા ન આવતા નામદાર કોર્ટ દ્વારા છઠો ભાગ હોવાનુ હુકમનામું કરી આપેલુ હતું, અને તે હુકમનામાંની કોઈ એન્‍ટ્રી રેવન્‍યુ રેકર્ડમાં પડેલ ન હોય અને ત્‍યારબાદ જમીન માલીક અરભમભાઈ જીવાભાઈ મોઢવાડીયા દ્રારા તેની જમીન ૪(ચાર) અલગ અલગ દસ્‍તાવેજોથી ટમુબેન કારાભાઈ ગોઢાર્ણીયા વિગેરેને વેચાણ કરી નાંખેલ હતી, અને કબજો પણ સોંપી આપેલ હતો.
ત્‍યારબાદ દસ્‍તાવેજ મુજબ નવા ખરીદનાર એન્‍ટ્રી પડાવવા જતા અને તે વખતે મુળ માલીકની પુત્રી હંસાબેન મોઢવાડીયા દ્રારા વાંધો લેતા અને કોર્ટનો સ્‍ટે હોવાનુ જણાવતા રેવન્‍યુ અધિકારીશ્રીએ એટલે કે, મામલતદાર, ડેપ્‍યુટી કલેકટર અને કલેકટરશ્રીએ દસ્‍તાવેજ મુજબની એન્‍ટ્રી પાડેલ નહીં, અને ત્‍યારબાદ ખરીદનારાઓ દ્રારા તેમના એડવોકેટ મહેસુલ સચિવશ્રી કૌશીક ભીમજીયાણી દ્રારા અરજદારોની અપીલ અશંતઃ મંજુર કરી અને જીલ્લા કલેકટરશ્રી પોરબંદરનો હુકમ રદ કરેલો હતો. અને નિયમ મુજબ કાર્યવાહી કરી જે ભાગમાં કોર્ટના હુકમો નથી. તે અન્‍વયે એન્‍ટ્રી પાડવાનો અને કાર્યવાહી પુર્ણ ન થાય ત્‍યાં સુધી યથાવત સ્‍થિતિ જાળવી રાખવાનો એટલે કે, સામાવાળા આ જમીન ઉપર કોઈ લોન લઈ નહીં કે, અન્‍ય કોઈને વેચાણ કરી નાંખે નહીં તેથી જ મહેસુલ ન સચિવ દ્રારા મનાઈ હુકમ પણ આપેલ છે. અને તે રીતે કાયદાનું સાચુ અર્થઘટન મહેસુલ  સચિવે કરીને અને તાબાના રેવન્‍યુ અધિકારીઓ માત્ર કોર્ટમાં દાવો પેન્‍ડીંગ હોવાનુ જણાવી કાર્યવાહી કરતા ન હોય તે રીતે પણ આ ચુકાદો ખુબ મહત્‍વનો છે.
આ કામમાં તમામ અરજદારો વતી પોરબંદરના એડવોકેટ શ્રી ભરતભાઇ બી.લાખાણી રોકાયેલા હતાં.

 

(1:28 pm IST)