Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

લીંબડી-રાણપુર રોડ પર પાંદરી ગામ નજીક જૂથ અથડામણ: બે લોકોને ગંભીર રીતે ઈજા

સુરસાગર ડેરીના ચેરમેનના ભત્રીજા ઉપર 10 જેટલા લોકોનો હુમલો : મોટી રકમની લૂંટ થઈ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું

સુરેન્દ્રનગર : લીંબડી-રાણપુર રોડ પર બે જુથો વચ્ચે અથડામણ થઇ છે, જેમાં સુર સાગર ડેરીના ચેરમેનના ભત્રીજા ઉપર હુમલો થયાનું જાણવા મળે છે પાંદરી ગામ નજીક જુથ અથડામણમાં 10 જેટલા વ્યક્તિઓ હુમલો કર્યો હતો .

લીંબડી-રાણપુર રોડ પર એક જ જ્ઞાતિના બે જુથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. પાંદરી ગામ નજીક જુથ અથડામણમાં 10 જેટલા વ્યક્તિઓ હુમલો કર્યો હોવાનું અને તલવાર જેવા હથિયારો વડે મારામારીમાં બે વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે

 સુરસાગર ડેરીના ચેરમેનના ભત્રીજા ઉપર હુમલોનો બનાવ સામે આવ્યો છે. આ મારામારીના બનાવમાં મોટી રકમની લૂંટ થઈ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ મારામારીની ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. .

(12:31 am IST)