Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

૧ર દેશી તમંચા, ૩ પિસ્તોલ, ૧ બંદૂક, ૬ કાર્તુસ સાથે ૧૯ ગુન્હામાં સામેલ માણાવદરના બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

જુનાગઢ તા. ૧૩ :.. નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેર-કાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય, જે અન્વયે આવી ગે. કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ. ઓ. જી. ના પોલીસ ઇન્સ. એચ. આઇ. ભાટી તથા પો. સ. ઇ. જે. એમ. વાળા તથા પો. સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય માણાવદર  બસ સ્ટેશન પાસે આવતા માણાવદર પો. સ્ટે.ના પો. સ. ઇ. પી. વી. ધોકડીયા તથા માણાવદર પો. સ્ટે.ના પો. સ્ટાફ ઉભા હોય તે દરમ્યાન પો. ઇન્સ. એચ. આઇ. ભટ્ટી તથા પો. કો. વિક્રમભાઇ મનસુખભાઇ, રવિન્દ્રભાઇ હમીરભાઇને હકિકત મળેલ કે, માણાવદર લક્ષ્મીનગરમાં રહેતો અને અગાઉ ખુન, ખુનની કોશીષ, મારામારી અને હથિયારના ગુન્હામાં સંડોવાયેલ આરોપી રહિમ ઉર્ફે અંતુડી ઉર્ફે ચકકી જુસબભાઇ હીગરોજા ગામેતી તેના સાગરીત ઇબ્રાહીમ ઉર્ફે સનેડો નાસીરભાઇ હીંગરોજા ગામેથી સાથે માણાવદરથી હડમતાળી હનુમાનજી મંદિર તરફ જતા રસ્તે આવેલ પુલ નજીક ઉભા છે.

તપાસ કરતા માણાવદરથી હડમતાળી હનુમાનજી મંદિર તરફ જતા રસ્તે આવેલ પુલ પાસે બે ઇસમો ઉભેલ હોય જેઓને પકડી દેશી હાથ બનાવટના તમંચા નંગ-ર, કિં. રૂ. ૧૦,૦૦૦ મળી આવેલ તથા ખાનગી બાતમીદારો મારફતે જાણવા મળેલ કે, મજકુર ઇસમ પાસે બીજા હથિયારો પણ છે. જેથી બન્ને પુછપરછ કરતા બીજા હથિયારો રહિમ ઉર્ફે અંતુડી ઉર્ફે ચકકીના રહેણાંક મકાને જડતી તપાસ કરતા બીજા કુલ ૧૪ હથીયાર તથા નાના-મોટા જીવતા કાર્ટીસ નંગ-૬ તથા ફુટેલા કાર્ટીસ નાના-મોટા નંગ-૧પ જે કુલ કિ. ૧,૦૦,૬૦૦ તથા મો. નં. ર, કિ. રૂ. ર૦,૦૦૦ મળી કુલ કિ. રૂ. ૧,ર૦,૬૦૦ ના મુદામાલ સાથે બન્ને ઇસમો વિરૂધ્ધ માણાવદર પો. સ્ટે. હથિયાર ધારા હેઠળ ગુન્હો રજી. કરાવવામાં આવેલ.

હસ્તગત કરેલ આરોપી રહીમ ઉર્ફે અંતુડી ઉર્ફે ચકકી સ-ઓ જૂસબભાઇ હીંગોરજા  ગામેતી ઉ.૩૩ રહે. માણાવદર લક્ષ્મીનગર સોસાયટી, હોન્ડા શો-રૂમ સામેના કબ્જામાંથી દેશી હાથ બનાવટનો તમંચો (દેશી કટ્ટો) નાળચાની લંબાઇ ૧૪ સે. મી. બોડીની લંબાઇ ૯ સે.મી. તથા મુંઠ (હાથા)ની લંબાઇ ૭ સે.મી. કિ. રૂ. પ૦૦૦, સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મો. ફો. નંગ-૧ કિ. રૂ. ૧૦,૦૦૦ ત્થા ઇબ્રાહીમ ઉર્ફે સનેડો - સ-ઓ નાસીરભાઇ હીંગોરજા ગામેથી ઉ.રપ રહે. માણાવદર ગૌતમનગર, હોન્ડા શો-રૂમ સામે ના કબ્જામાંથી દેશી હાથ બનાવટનો તમંચો (દેશી કટ્ટો) નાળચાની લંબાઇ ૧૪ સે.મી. બોડીની લંબાઇ ૯ સે.મી. તથા મુંઠ (હાથા)ની લંબાઇ ૭ સે.મી. કિ. રૂ. પ૦૦૦, સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મો. ફો. નંગ ૧, કિ. રૂ. ૧૦,૦૦૦ મળેલ છે અને અન્ય શસ્ત્રો ઘરમાંથી કબ્જે કરેલ છે.

એસ. ઓ. જી. શાખાના પો. ઇન્સ. એચ. આર. ભાટી તથા પો. સ. ઇ. જે. એમ. વાળા, એમ. જે. કોડીયાતર તથા માણાવછદર પો. સ્ટે.ના પો. સ. ઇ. પી. વી. ધોકીયા તથા એસ. ઓ. જી. શાખાના એ. એસ. આઇ. એમ. વી. કુવાડીયા, પી. એમ. ભારાઇ તથા પો. હે. કો. એ. સી. વાંક, એમ. એચ. પઠાણ, ભરતસિંહ સિંધવ, રવિ ખેર, પરેશભાઇ ચાવડા, સામતભાઇ બારૈયા, બાબુભાઇ કોડીયાતર, તથા પો. કોન્સ. મહેન્દ્રભાઇ દાનાભાઇ, ધર્મેશભાઇ સુરસિંહભાઇ તથા એલ. સી. બી. શાખાના હેડ કોન્સ. યશપાલસિંહ સુરેન્દ્રસિંહ, જીતેષભાઇ મારૂ તથા માણાવદર પો. સ્ટે.ના પો. કોન્સ. વિક્રમભાઇ મનસુખભાઇ, રવિન્દ્રભાઇ હમીરભાઇ, વિપુલભાઇ રમેશભાઇ, જયેશભાઇ બકોત્રા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:51 pm IST)