Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારે ઝાકળવર્ષાઃ બપોરે ધોમધખતો તાપ

મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતા આકરા ઉનાળાનો અહેસાસ યથાવત

રાજકોટ તા. ૧૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારે ઝાકળવર્ષા થઇ હતી. સવારના ૬ વાગ્યા આસપાસ અચાનક ઝાકળ વર્ષા થઇ હતી અને લગભગ ૮ વાગ્યા સુધી ઝાકળ રહી હતી ત્યારબાદ સુર્યનારાયણના દર્શન સાથેજ હુંફાળુ વાતાવરણ છવાઇ ગયું હતું.

જેમ-જેમ દિવસ પસાર થાયછે તેમ તેમ અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે.

ગરમીનું પ્રભુત્વ યથાવત રહેતા અમદાવાદમાં ૪૧.૪ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના મતે આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૧ ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે.આજે ૪૧.૮ ડિગ્રી સાથે કંડલામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજયમાંથી અન્યત્ર ગાંધીનગરમાં ૪૧.પ, જામનગરમાં ૩૬ ડિગ્રી, અમરેલી-સુરેન્દ્રનગરમાં ૪૧.૩ કેશોદમાં ૪૧.ર, રાજકોટમાં ૪૧, વડોદરા-ભુજમાં ૪૦.૪, ડીસામાં ૪૦, સુરત-ભાવનગરમાં ૩૮.૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૬ મહત્તમ ર૩ લઘુતમ ૬૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(2:55 pm IST)