Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સાવરકુંડલામાં જુગાર રમતા ૪ ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૩ : પોલીસ અધિક્ષક અમરેલી હિમકરસિંહની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ કે.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાંથી જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર ફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સપેકટર ડી.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ સા.કુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા સાવરકુંડલા જેસર રોડ, ગીતાજંલી સોસાયટી જાહેરમાં બાબતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા રોકડા રૂ.૧૦.૪૭૦ તથા ગંજી પત્તાના પાના નંગ પર મળી કુલ રૂા. ૧૦૪૭૦ ના મુદામાલ સાથે (૧) શાંતીભાઇ કુરજીભાઇ હારસોરા ઉ.૪૭, ધંધો, કાટાકામ ગીતાંજલી સોસાયટી જેસર રોડ, ચામુંડા કુપા (ર) હરેશભાઇ હીંમતભાઇ સિધ્‍ધપુરા ઉ.૩૯ ધંધો કાટકામ. રહે. ગીતાજંલી સોસા.જેસર રોડ (૪) ઘનશયામભાઇ ભોળાભાઇ પરમાર ઉ.૩ર, ધંધો મજુરી રહે ગીતાંજલી સોસા. ઓમકારેશ્વર મહાદેવના મંદિરની પાછળ જેસર રોડને ઝડપી લીધા હતા.

(1:15 pm IST)