Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જૂનાગઢમાં પીસીઆરએ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી : મહિલા જાગૃતિ તાલીમ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૩: ભારત સરકાર ના પેટ્રોલિયમ મિનિસ્‍ટ્રી અંતર્ગત ચાલતા પી.સી.આર.એ. દ્વારા જૂનાગઢ યોગ વર્ગમાં આવતા બહેનોને  મહિલા જાગૃતિ શિબિર તેમજ ઘરેલું ઉર્જા બચત ની તાલીમ યોજાઈ હતી. સાથો સાથ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં મેયરશ્રી ગીતાબેન પરમાર મુખ્‍ય મેહમાન તરીકે ઉપસ્‍થિત રહેલા અને બેહનોને ઊર્જા બચાવા માટે અપીલ કરી હતી

તેમજ ICDS વિભાગ ના પ્રોગ્રામ ઓફીસર શારદાબેન દ્વારા ICDS વિભાગ અને વિવિધ યોજનાઓ ની માહિતી આપેલ સિનિયર વકીલ લીલીબેન કાયદાકીય જાણકારી આપેલી તેમજ પી.સી.આર.એ. ના ડેપ્‍યુટી ડિરેક્‍ટર પ્રતીક સહાની પર્યાવરણ બચાવા હાકલ કરી હતી..પુર્વ કોર્પોરેટર શ્રી ભરત ભાઈ કારેના પણ હાજર રહેલા તેમજ બધા બહેનોને  ગેસ બચાવો અને ઘરમાં સિલિન્‍ડર વધારે કેમ ચાલે રસોઈ બનાવતી વખતે કઇ કઈ બાબતો નું ધ્‍યાન રાખવું જોઈ તેની માહિતી ફેકલ્‍ટી અલ્‍તાફ બી કુરેશી એ આપી હતી તમામ બહેનો ને ઉર્જા બચત નો સંકલ્‍પ લેવાડેલાં હતા તેમજ પી.સી.આરે. એ. પ્રવૃત્તિ અને ડોક્‍યુમેન્‍ટરી ફિલ્‍મ દ્વારા પણ સમજ આપી ને ઊર્જા બચત ની ટીપ્‍સ આપવામાં આવી હતી.અને બહેનો સાથે ઊર્જા બચત વિશે પ્રસનોતરી યોજાઈ હતી. અને બધા ને ઈંધણ સૂરક્ષિત તો ભવિષ્‍ય શુરક્ષિત સ્‍લોગન આપવામાં આવેલ.. આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે કિરણબેન યોગ ટ્રેનર તેમજ તેમની ટીમે પ્રજ્ઞાબેન જોશી, અંજુબેન પનારા ચંદ્રિકાબેન પરમાર અને ધરાબેન જોટાનિયા.બેલિમ મોહિબ વગેરે એ  જહેમત ઊઠાવી હતી.

(1:22 pm IST)