Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : તમામ માર્ગો પર જળતરબોળ બન્યા :ભારે વરસાદથી વોંકળામાં નદી જેવા દ્રશ્યો

શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની જમાવટ : ખેડૂતોમાં ખુશીનો માહોલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે,

ખંભાળિયા શહેરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા  ધોધમાર વરસાદથી તમામ માર્ગો પાણી જ પાણી જોવાય હતા . વરસાદી માહોલ વચ્ચે લોકોમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો,  ભારે વરસાદ કારણે વોકળામાં નદી જેવા દ્રશ્યો સામે આવ્યા હતા
ખંભાળિયા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની જમાવટ થઇ હતી  ખંભાળિયા તાલુકા ના સામોર ગામે પણ વરસાદી માહોલ જામ્યો હતો, ખંભાળિયા પંથક ના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવાઈ હતી

 

(11:04 pm IST)