Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભાવનગરમાં ગળાફાંસો ખાઈ યુવાનનો આપઘાત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૫: ભાવનગર શહેરના તરસમીયા રોડ કૈલાશ સોસાયટી વિસ્‍તારમાં રહેતા દિપકભાઇ ભોળાભાઈ કંટારીયા ઉં.વ.૨૮ નામના યુવાને પોતાના ઘરે કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા અત્રેની સર.ટી. હોસ્‍પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. આ અંગે બી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

દારૂ સાથે ઝડપાયો

નવાપરા વિસ્‍તારમાં રહેતો કરીમ રહીમભાઈ શાહને એ ડીવિઝન પોલીસે એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ પાસેથી વિદેશી દારૂની ૧૨ બોટલ અને મોબાઇલ મળી કુલ રૂપિયા ૪૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

(10:04 am IST)