Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

નૂપુર શર્માના મુદ્દે ભડકાઉ ભાષણ કરનાર અને વિડિયો વાયરલ કરનાર બે સામે ફરિયાદ

ભુજ એ ડિવિઝન પોલીસે જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫

ભડકાઉ ભાષણ મુદ્દે ભુજ એ ડિવિઝન પોલીસે બે જણ સામે ફરિયાદ દાખલ કરી છે. ગત ૧૨ મી જૂને ભુજના હિલ ગાર્ડન મધ્યે નૂપુર શર્માના નિવેદન મુદ્દે કરણીસેના ના રાષ્ટ્રીય પ્રવકતા મૌલિકસિંહ પઢીયાર વિરૂદ્ધ બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના આરોપસર ગુનો નોંધાયો છે. તો, કરણીસેનાના પ્રવકતાના ભાષણની આ ક્લિપ સોશ્યલ મીડિયામાં મૂકી વાયરલ કરનાર હાજી જુમાભાઈ રાયમા વિરૂદ્ધ પણ ભડકાઉ ભાષણને વેગ આપવા બદલ પોલીસે ગુનો નોંધ્યો છે. ખુદ પોલીસે ફરિયાદી બની બન્ને જણ સામે ગુનો દાખલ કર્યો છે.

(10:35 am IST)