Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

જસદણના યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતીની માનવાધિકાર સંસ્‍થાની સ્‍ટેટ કમિટીમાં નિમણૂક

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૫: જસદણ શહેરના યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતીની હ્યુમન રાઇટ્‍સ અને મહિલા - બાળ વિકાસ સંગઠન સંસ્‍થામાં ગુજરાત રાજયમાં સ્‍ટેટ કમિટીમાં લીગલ એડવાઈઝર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠનમાં નાગરિકોને બંધારણ પ્રમાણે પોતાને મળતા અધિકારોથી વંચિત રહેતા હોય તેમજ મહિલાઓ અને બાળકોને મળતા અધિકારોમાં અન્‍યાય થતો હોય ત્‍યારે હ્યુમન રાઇટ્‍સ અને મહિલા - બાળ વિકાસ સંગઠન સંસ્‍થા દ્વારા પૂરતું માર્ગદર્શન અને સહકાર આપવામાં આવે છે. આમ વિવિધ સામાજિક, શૈક્ષણિક,ધાર્મિક,બેન્‍કિંગ, એન.જી.ઓ., વગેરે જેવી સંસ્‍થાઓમાં કાયદાકીય સલાહકાર તરીકે ફરજ બજાવતા પ્રકાશ પ્રજાપતી એડવોકેટ હ્યુમન રાઇટ્‍સ અને મહિલા - બાળ વિકાસ સંગઠન સંસ્‍થામાં સ્‍ટેટ કમિટીમાં કાયદાકીય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. માનવાધિકારને લગતા તેમજ મહિલાઓ અને બાળકોને લગતા પ્રશ્નો હોય તો કાયદાકીય માર્ગદર્શન માટે મોબાઈલ નંબર ,૯૮૨૪૨ ૨૧૪૪૬ ઉપર સંપર્ક કરવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતીની યાદી જણાવેલ છે.

(10:43 am IST)