Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે સંત શ્રી લાલદાસ બાપુના સાનિધ્‍યમાં વટસાવિત્રી પૂનમ ઉત્‍સવ ઉજવાયો

પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ અને જલારામ બાપાની પાંચમી પેઢીના વારસદાર ખાસ ઉપસ્‍થિત રહ્યા

ધોરાજીઃ સૌરાષ્‍ટ્રના યાત્રાધામ સમા ગણાતા જામજોધપુર નજીક આવેલ શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે રાષ્‍ટ્રીય સંત શ્રી લાલદાસ બાપુ ના સાનિધ્‍યમાં વટસાવિત્રી પૂનમ ઉત્‍સવ ઉજવાયો હતો. વટસાવિત્રી પૂનમ ઉત્‍સવમાં પરમ પૂજ્‍ય સંત શ્રી લાલદાસ બાપુ સાથે હજારો ભક્‍તોએ દિવ્‍ય મહાઆરતીનો લાભ લીધો હતો.

આ સમયે રાજ્‍યના પૂર્વ મંત્રી અને રાજકોટના ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ વીરપુર જલારામ બાપાના પાંચમી પેઢીના વારસ દારો તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ તેમજ સીદસર ઉમીયાધામ ના ટ્રસ્‍ટી ભુપતભાઈ ભાયાણી વટસાવિત્રી પૂનમ ના થાળના દાતાશ્રી નવીનચંદ્ર ભાયાણી પરિવાર તેમજ ગધેથડ ના સેવાભાવી સુખદેવ સિંહ વાળા તેમજ અન્‍ય આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ સમયે વટસાવિત્રી મોટી પૂનમના રોજ હજારોની સંખ્‍યામાં ભાવિક ભક્‍તજનોએ દિવ્‍ય મહાઆરતી મહાપ્રસાદ તેમજ પૂજ્‍ય સંત શ્રી લાલદાસ બાપુના દિવ્‍ય દર્શનનો લાભ લીધો હતો.

બાદ રાત્રીના પરમ પૂજ્‍ય સંત શ્રી લાલદાસ બાપુનો પ્રેરક પ્રવચન દિવ્‍ય વાણી નો પણ મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો.(તસવીર-અહેવાલઃ કિશોર રાઠોડઃ ધોરાજી)

(10:47 am IST)