Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ઓખા શહેર યુવા મોરચા દ્વારા વિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રા

ઓખા, તા.૧૫: પ્રદેશ યુવા મોરચા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાની સૂચના અનુસાર ઓખા શહેર યુવા મોરચા દ્વારા આપણા દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાહેબના ૮ વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે તેને અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સુશાસન અને ગરીબ કલ્‍યાણ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે  ઓખા શહેર યુવા મોરચા દ્વારા બાઇક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ.જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ, દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી આનંદભાઈ હરખાણી,ઓખા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સુરેશભાઈ ગોહીલ, ઓખા નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજુભાઇ કોટક,ઓખા નગરપાલિકાના શાસક પક્ષના નેતા મુકેશભાઈ પાંજરીવાલા,દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઈ પીઠીયા, ઓખા શહેર યુવા મોરચા પ્રમુખ રજતભાઈ વિઠલાણી,ઓખા લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોઝભાઈ કુરેશી, ઓખા નગરપાલિકા સદસ્‍ય પ્રતિનિધિ વિમલભાઈ ઠાકર, કિશોરભાઈ માણેક, ઓખા શહેર યુવા મોરચાના મંત્રી ચંદ્રેશભાઈ લાડવા, વિમલભાઈ દેવમુરારી, શદ્દતળ ના હરેશભાઇ રાઠોડ,ભાર્ગવભાઈ તન્ના તેમજ કાર્યકર આબેદીન સમેજા, ભવ્‍ય જટણીયા,મયુરભાઇ વાઢેર,કાર્તિક બારાઈ તેમજ કાર્યકરો જોડાયા હતા.(તસ્‍વીર-અહેવાલઃભરત બારાઇ  ઓખા)

(10:51 am IST)