Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભાવનગરમાં અષાઢી બીજ જગન્‍નાથજીની રથયાત્રાની તૈયારી : જળાભિષેક કરાયો

મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા : ૧ જુલાઇના ૩૭મી રથયાત્રા ભાવનગરમાં નીકળશે

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૧૫ : ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રાને લઈને હવે તડામાર તૈયારીઓ શરૂ થવા લાગી છે ગઇકાલે જેઠ સુદ પૂનમના દિવસે જળાભિષેકનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આગામી ૧ જુલાઈના રોજ ભગવાન જગણનાથજીની ૩૭મી રથયાત્રા ભાવનગરમા નીકળશે.

સુભાષનગર ખાતે આવેલા ભગવાન જગનનાથજીના મંદિરએથી આ યાત્રા પ્રસ્‍થાન થઈ ને શહેરમાં ૧૮ કિલોમીટરના રૂટ ઉપર ફરશે જયા ભાવનગરવાસીઓ આસ્‍થાભેર સ્‍વાગત કરશે. ભાવનગરમાં બે વર્ષથી કોરોનાના કારણે રથયાત્રા યોજાઈ નથી ત્‍યારે હવે આ વર્ષે રથયાત્રા યોજવાની હોઈ આયોજકો અને ભક્‍તજનોમાં અત્‍યારથી જ ખુશીનો માહોલ જોવા મળે છે.

ભાવનગરમાં દર વર્ષે આ રથયાત્રામાં ૧૦૦થી વધુ ટ્રક તેમજ, હાથી, ઘોડા અને ભજન મંડળીઓ પણ મોટી સંખ્‍યામાં જોડાય છે. ગઇકાલે સવારે મંદિર ખાતે યોજાયેલ જળાભિષેક કાર્યક્રમમાં રથયાત્રા સમિતિના ચેરમેન હરૂભાઈ ગોંડલીયા, તેમજ વિવિધ હિન્‍દૂ સનગઠનના આગેવાનો અને ભક્‍તજનો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

(11:46 am IST)