Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મોરબી ધોરણ ૧ થી ૩માં અંગ્રેજી વિષયના વિરોધમાં આવેદન

 મોરબી : ધોરણ ૧ થી ૩માં અંગ્રેજી વિષય શરૂ કરવાના નિર્ણયનો વિરોધ કરી સરકારને આ બાબતે ફેરવિચારણા કરવા મુદ્દે આજરોજ મોરબીની સરસ્વતી શિશુમંદિર દ્વારા જિલ્લા કલેકટર તથા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન અપાયું હતું. ધોરણ ૧ થી ૩માં અંગ્રેજી વિષય શરૂ કરવાના સરકારના નિર્ણયમાં ફેર વિચારણા કરવા મુદ્દે મોરબીની સરસ્વતી શિશુમંદિરની વ્યવસ્થાપક ટીમ દ્વારા મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ તથા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.જે. સોલંકીને રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોરબી જિલ્લા કાર્યવાહક મહેશભાઈ બોપલીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

(1:16 pm IST)