Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

માળિયા મિંયાણાના સરવડ પાસે ટ્રકે છકડાને ઉઇાળતા ૫ ને ઇજા

ઇજાગ્રસ્તને પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડાયા

(પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી,તા.૧૫ :  માળિયામિંયાણા ના સરવડ ગામ નજીક અજાણ્યા ટ્રકે છકડા રિક્ષાને હડફેટે લેતા પાંચ લોકોને ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા તો માળિયા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે  મળતી માહિતી મુજબ માળિયાના સરવડ ગામ નજીક અજાણ્યા ટ્રકના ચાલકે રાત્રીના છકડા રિક્ષાને હડફેટે લેતા છકડામાં સવાર  હારૂનશા શેખ રહે-કાલાવડ, સીદીકશા બાબાશા શેખ, રહિમશા ભારુશા શેખ રહે-ઉપલેટા, સબીરશા સાઉદિન રહે-તલાવડી અને ઈબ્રાહીમ શેખ રહે-ઉપલેટા વાળાને ઈજા થતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે તો બનાવ અંગે માળિયા પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો વધુ માહિતી મળી હતી કે છકડો રીક્ષામાં રહેલ લોકો કચ્છથી કાલાવડ જતા હોય દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

(1:21 pm IST)