Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

‘અકિલા' ફેસબુક લાઇવના શ્રોતાઓએ આપેલ વરસાદના સમાચાર

ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમ આસપાસ ૨ ઇંચ વરસાદ

રાજકોટ,તા. ૧૫ :  ‘અકિલા' ફેસબુક લાઇવના શ્રોતાઓએ આપેલ વરસાદના સમાચારની ઝલક નીચે મુજબ છે

* ઉનામાં વરસાદ ચાલુ છે. (જયેશભાઇ કેશુર)

* ઢાંકમાં વરસાદ ચાલુ છે. (કાંતીલાલ નાદીયા)

* કાલાવડમાં વરસાદ પડી રહ્યો છે. (સુરેશ ગાલાણી)

* ધ્રાફામાં સારો વરસાદ પડયો છે. (સંદિપસિંહ જાડેજા)

* મોટી પાનેલીમાં વાવણી લાયક વરસાદ ખેડૂતોમાં ખુશી છવાઇ છે. તેમ ‘અકિલા' ફેસબુક લાઇવના શ્રોતા ચન્‍દ્રેશભાઇ હિરાણીએ જણાવ્‍યું છે.

* ઉપલેટાના ગાયત્રી આશ્રમ ગધેથડથી આસપાસના વિસ્‍તારોમાં ૨ ઇંચ વરસાદ પડયો છે. (મુનેશ ભેંસદડીયા)

* ગોંડલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. (ભાવેશ ભોજાણી -ગોંડલ)

* ગીર સોમનાથ જીલ્લામાં વડોદરા ડોડીયામાં વરસાદ ચાલુ છે. (હિતેષ ખેર)

* પ્રભાસ પાટણ-ગીર સોમનાથમાં ધીમી ધારે વરસાદ (ગજેન્‍દ્ર મહેતા)

* જૂનાગઢના નાગલપુરમાં અડધો ઇંચ જેટલો સીઝનનો પહેલો વરસાદ (મુકેશ વિરાણી)

* જામજોધપુરમાં વરસાદ ચાલુ છે. (હિતેષ પટેલ)

* ધ્રાંગધ્રામાં વરસાદ વરસ્‍યો છે. (કિશનજી ઠાકોર)

* ગોંડલમાં વરસાદ પડયો છે. (રાજેશ પોપટ)

* સાવરકુંડલામાં પંથકમાં સારો વરસાદ છે. (કિશોર બી.ભાલીયા)

* કેશોદમાં વરસાદ ચાલુ છે. (ઉમેશ કુબાવત)

* માખાવડથી રાવકી વચ્‍ચે વરસાદ વસ્‍યો છે. (બકુલભાઇ)

* માણાવદરમાં વરસાદ વરસ્‍યો છે. (પંકજ ખૂંટ)

* દિવમાં વરસાદ પડયો છે. (માઢક ભરત)

* કાલાવડ તાલુકાના નાની ભગેડીમાં સારો વરસાદ વરસી રહ્યો છે. (દિનેશભાઇ સખીયા)

* બામણીયા ઘેડમાં વરસાદ ચાલુ છે. (આહિર મસરી કરાંગીયા)

 * વેરાવળમાં વરસાદ વરસે છે. (હિતેષ ખેર)

(4:05 pm IST)