Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

આઝાદી કા અમૃત મહોત્સવ -૧૫ મી ઓગસ્ટ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને તિરંગાનો દિવ્ય શણગાર

ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી

( વિપુલ હિરાણી દ્વારા: ભાવનગર: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ' આઝાદી કા અમૃત મહોત્સવ ' India @ 75 ની શરૂઆત સ્વરૂપે ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તા.15-08-2022ને સોમવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને તિરંગાનો દિવ્ય શણગાર કરી આરતી પૂજારી સ્વામી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . મંદિરના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ , ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન - અભિષેક - આરતી કરવામાં આવેલ . ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી . અને પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર પવિત્ર બ્રાહ્મણો દ્વારા યજ્ઞ - પૂજા પાઠ તેમજ દિવ્ય સત્સંગ કરવામાં આવે છે.

(9:36 pm IST)