Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મોરબીમાં વજેપર શેરી પાસે દેશી દારૂની હેરાફેરી થાય એ પૂર્વે પોલીસ પહોંચી :દેશી દારૂ તેમજ રીક્ષા સહીત ૧.૦૩ લાખનો મુદામાલ કબજે

મુદામાલ કબજે લઈને એક આરોપીને ઝડપી લીધો:અન્ય આરોપી નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી

મોરબીમાં વજેપર શેરી પાસે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી થાય એ પૂર્વે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે ત્રાટકી હતી અને દેશી દારૂ તેમજ રીક્ષા સહીત ૧.૦૩ લાખનો મુદામાલ કબજે લઈને એક આરોપીને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપી નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે વજેપર શેરી નંબર ૨૪ના નાકા પાસે આરોપી મનીષા સુરેશભાઈ થરેસાના મકાન પાસે રેડ કરી હતી જેમાં આરોપી સંજય મધુકાંત મદાણી નામના ઈસમને ઝડપી લઈને સીએનજી રીક્ષા જીજે ૦૩ બિયું ૫૨૧૦ કીમત રૂ ૧ લાખ અને દેશી દારૂ ૧૫૦ લીટર કીમત રૂ ૩૦૦૦ મળીને કુલ રૂ ૧.૦૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તો રેડ દરમિયાન આરોપી સાજીદ ઉર્ફે ઇમરાન દોસમામદ જામ રહે કાલિકા પ્લોટ મોરબી અને મનીષાબેન સુરેશભાઈ થરેસા રહે વજેપર શેરી નં ૨૪ વાળા નાસી ગયા હતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મુદામાલ જપ્ત કરી ફરાર આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

(12:01 am IST)