Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મોરબી: કાલે પાવર ટ્રીપીંગ માટે જીઇબી ઓફિસે ફેક્ટરીના માલિકો ધરણા કરશે

-ફેક્ટરીને દૈનિક પાવરટ્રીપના કારણે 30 થી 50 હજારની નુકસાની

મોરબીમાં કાર્યરત વિવિધ ફેક્ટરીઓના માલિકો દ્વારા છેલ્લા બે વર્ષથી જીઇબીને રેગ્યુલર પાવર આપવા બાબતે સતત રજૂઆત કરવામાં આવે છે પરંતુ તેમના મતે તેમની રજૂઆતને જીઇબી વાળા કોઈપણ પ્રકારની દાદ આપતા નથી અને તેમની સમસ્યાઓનો પણ નિકાલ કરતા નથી જેને પગલે દરેક ફેક્ટરીને દૈનિક પાવરટ્રીપના કારણે 30 થી 50 હજારની નુકસાની ભોગવવી પડે છે તેનો નિકાલ પણ જીઈબી દ્વારા કરવામાં આવતો નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે મોરબીમાં કાર્યરત દરેક ફેક્ટરીના માલિકો તથા મજૂરો કે જેમની રોજી રોટી આ સમસ્યાના કારણે અટકી પડી છે તેઓ સાથે મળીને ન છૂટકે જીઇબીની કચેરીનો ઘેરાવ કરશે. અને આગામી તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ આશરે ૧૦૦૦થી ૧૨૦૦ જેટલા મજૂરો અને દરેક ફેક્ટરીના માલિકો આ નુકસાનીની જવાબદારી સોંપવા જીઇબી ખાતે ઉપસ્થિત થશે અને પોતાની સમસ્યા અંગે જીઈબીનો ઘેરાવ કરશે અને ધરણાં કરશે તેવું ફેક્ટરી માલિકોની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(12:05 am IST)