Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મોરબી : નવયુગ વિદ્યાલયે વેલેન્‍ટાઇન ડેના સ્‍થાને ‘માતા-પિતા પુજન દિન'ની ઉજવણી

મોરબી,તા. ૧૬: ભારતમાં પヘમિી સંસ્‍કૃતિના આક્રમણને પગલે યુવાધન ૩૧st અને વેલેન્‍ટાઈન ડે જેવા તહેવારો ઉજવતું થયું છે ત્‍યારે ભારતીય સંસ્‍કૃતિનું મહત્‍વ વિકસે અને વધે તે હેતુથી મોરબીમાં નવયુગ વિદ્યાલય ખાતે પ્રાヘાત્‍ય સંસ્‍કૃતિના રંગે રંગાયેલ યુવાઓને ભારતીય સંસ્‍કૃતિનુ દર્શન કરાવવા ‘વેલેન્‍ટાઇન ડે'ના સ્‍થાને માતા-પિતા પૂજન દિનની ઉજવણી કરી હતી.

યાદીમાં જણાવ્‍યાનુસાર જીવનદર્શક-સંરક્ષક સાચા વેલેન્‍ટાઇન (પ્રેમ મૂર્તિ) માતા-પિતા છે એ હેતુ સર ધોરણ-૩દ્ગક્ર વિદ્યાર્થીઓના માતા-પિતાને શાળામાં બોલાવી પાલક માતા-પિતાને સ્‍વયં ભગવાન જાણી તેની દીપ આરતી સાથે પૂજા કરી હતી. જયારે ધોરણ-૫-૬ ના વિદ્યાર્થીઓએ માતા-પિતા પ્રત્‍યેની પોતાની લાગણીઓને ગ્રીટીંગ કાર્ડમાં લખી રજૂ કરી. આ ઉપરાંત ધોરણ-૧ અને ૨ ના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કરીને આનંદની લાગણી અનુભવી હતી જયારે ધોરણ-૪ ના વિદ્યાર્થીઓએ માતા-પિતા વિશેના સુવાકયો દ્વારા આ ઉત્‍સવને ઉજવ્‍યો હતો.

આ ઉપરાંત આ દિવસે ચારેક વર્ષ પૂર્વે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર સપૂતોને પુષ્‍પાંજલિ અર્પતા કે.જી.ના વિદ્યાર્થીએ ‘બ્‍લેક ડે' ની ઉજવણી કરી. શહીદવીરોને યાદ કરી શ્રધ્‍ધાંજલિ અર્પી હતી. વીરોની વસંત સદા મહેકતી રહે એ સ્‍મરણસહ ધોરણ- ૭ અને ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા કેંડલમાર્ચ દ્વારા શહીદોને શ્રધ્‍ધાંજલિ આપી હતી.

આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા બદલᅠ સમગ્ર સ્‍ટાફ પરિવાર તેમજ ઓફિસના સ્‍ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી. જે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન સુપ્રિમો પી.ડી.કાંજીયાએ અભિનંદન પાઠવ્‍યા હતાં.

(10:38 am IST)