Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મોરબીમાં રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્‍સવ યોજાયો

 મોરબી : રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા ટીંબડી ગામ ખાતે પ્રથમ સમૂહ લગ્નોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું જે સમૂહ લગ્નમાં પાંચ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્‍યા હતા. આ તકે સમુહ લગ્નોત્‍સવમાં મુખ્‍ય આમંત્રિત મહેમાનોમાં સંતો મહંતો રાજકીય અગ્રણીઓ રામાનંદીય સાધુ સેવા સમિતિના અગ્રણી આગેવાનો સહીત રામાનંદિય સમાજના મહેમાનોની ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા ભાગવત આચાર્ય વિદ્વાન શાષાી અમિતભાઈ પંડ્‍યા દ્વારા હિન્‍દુ રીત રિવાજ અનુસાર શાસ્ત્રોક્‍ત મંત્રોચ્‍ચાર સાથે લગ્નવિધિ કરાવી ઉપસ્‍થિત સંતો મહંતોએ અને રાજકીય અગ્રણી આગેવાનો રામાનંદીય સાધુ સેવા સમિતિના આગેવાનોએ તમામ પાંચ નવયુગલોને આર્શિવચન આપ્‍યા હતા.

(10:39 am IST)