Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ધોરાજીમાં નવા બનેલ મહેસુલ ભવનમાં વકિલો માટે બાર રૂમ ફાળવવા બાર એશોસીએશનની રજૂઆત

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા)ધોરાજી તા. ૧૬ :  શહેરમાં સરકાર  દ્વારા મહેસુલ ભવન બનાવવામાં આવેલ છે. જેમાં મહેસુલને લગતી તમામ કચેરીઓ ટ્રાન્‍સફર કરવામાં આવશે. મહેસુલને લગતી તમામ કચેરીઓ જો ટ્રાન્‍સફર થાય તો મહેસુલ ભવનમાં અરજદારોનો ટ્રાફીક ખુબ જ વધશે તેમજ મહેસુલને લગતા કેસો પણ લગત કચેરીઓ ચલાવવાનાં થતા હોય છે. જયાં ઉપલેટા, જામકંડોરણાથી પણ વિકલશ્રીખો આવતા હોય છે. તેમજ એક સાથે વકિલો ભેગા થતા હોય છે. જેથી વકિલોને સગવડતા મળી રહે તેવા હેતુથી વકિલો માટે બાર રૂમ ફાળવવામાં આવે તેવી માંગ રેવન્‍યુ બાર અશોસીએશન દ્વારા કરવામાં આવી છે.

મહેસુલ ભવનની અંદર રેવન્‍યુ અધિકારીની કોર્ટમાં રેવન્‍યુને લગતા કેસો ચલાવવાનાં થતા હોય છે. જેથી અસીલો સાથે વાતચીત કરવા તથા ઘણો સમય કચેરીમાં રોકાવું પડે એમ હોય જેથી બાર રૂમ ફાળવવો ખુબ જ જરૂરી છે. જેથી આ અંગે દિનેશ સી. વોરા પ્રમુખ ધોરાજી રેવન્‍યુ બાર, સંજયભાઇ જીવાણી ઉપપ્રમુખ, જયેશભાઇ ઠુંમર, અરવિંદભાઇ ધંધુકીયા, જયેશ સી. વઘાસીયા, જયંતિભાઇ કોયાણી, લલિતકુમાર જી. બાબરીયા, કિરણભાઇ એચ. પટેલ, રાજેશભાઇ બાલધા, જીજ્ઞેશભાઇ ટીલાળા, મનહરભાઇ ભાષ્‍કર, મોસીન બુખારી, ભરતભાઇ શાહ, ઉત્‍પલભાઇ ભટ્ટ, નરેશભાઇ રાઠોડ, ધનજીભાઇ ઠેસીયા, અરવિંદભાઇ ભાલારા સહીતના તમામ વકીલોએ હાજર રહી ડે. કલેકટરને આવેદન પત્ર પાઠવ્‍યું હતું

(11:53 am IST)