Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મોટા કાંધાસર ગામે દારૂ પીને તોફાન કરતા શખ્‍સ ને પોલીસે સબક શીખવ્‍યો

  ચોટીલા, તા. ૧૬ : ચોટીલા શહેરમાં અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દેશી ઇંગ્‍લીશ દારૂની બંદી ફુલીફાલી છે જેને કાબુમાં લેવા પોલીસ દ્વારા અવાર નવાર દરોડા પણ પાડવામાં આવે છે ત્‍યારે મોટા કાંધાસર ગામે દારૂ પી દારૂડીયો છાકટો બનતા પોલીસે તેને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.મોટા કાંધાસર ગામે રહેતો ૨૮ વર્ષ નો યુવાન વાલજીભાઇ ઘુઘાભાઇ મકવાણા દારૂ પી ને  જાહેરમાં પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલ હાલતમાં લથડીયા ખાતો બકવાટ સાથે તોફાન કરી છાકટા વેડા કરતો હોવાની પોલીસને રમેશભાઇ મકવાણાએ ફરિયાદ કરતા પોલીસ દોડી ગયેલ સદરૂહ આરોપી લથડીયા ખાતો બકવાટ કરતા મળી આવતા તેની ધરપકડ કરી પાઠ ભણાવ્‍યો હતો.

 

(12:04 pm IST)