Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વિંછીયાના ખડકાણા ગામે જાહેરમાં જુગાર રમતા ૫ શખ્‍સો પકડાયા

રાજકોટ તા. ૧૫ : વિંછીયાના ખડકાણા ગામે જાહેરમાં જુગાર રમતા ૫ શખસોને પોલીસે ઝડપી લીધા હતા.

ખડકાણા ગામે વાડીના વોકળામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા વિંછીયાના હેડ કોન્‍સ. અશ્વિનભાઇ સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા લાલજી કાળુભાઇ ઝાપડીયા, ભવન કાનાભાઇ મેણીયા રે. બંને ખડકાણા, વિનુ જગાભાઇ મેટાળીયા, પરસોત્તમ ડવાભાઇ સાકરીયા તથા પરબત રાયાભાઇ મેટાળીયા રે. ત્રણેય લાલાવદરને રોકડા રૂા. ૫૯૯૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:08 pm IST)