Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

પોરબંદરમાં શિવરાત્રીએ સાઇકલોફન : ખીમેશ્વર મહાદેવ મંદિર સુધીનો સાઇકલ પ્રવાસઃ ફ્રી ઓનલાઇન રજીસ્‍ટ્રેશન

સાઇકલોફનમાં જોડાનાર પ્રથમ ૫૦૦ વ્‍યકિતઓને વિનામૂલ્‍યે ટી શર્ટઃ સાઇકલ પ્રવાસમાં હેલ્‍મેટ પહેરવી ફરજીયાતઃ સાઇકલીસ્‍ટોને નાસ્‍તો અને સર્ટીફીકેટ એનાયતત કરાશે

પોરબંદર, તા.૧૬: શિવરાત્રીએ તા. ૧૮, શનિવારનાં રોજ સવારે ‘સાઇક્‍લોફન' યોજાશે.

શ્રી રામ સી સ્‍વિમિંગ ક્‍લબ - પોરબંદર તથા  સ્‍માર્ટ બજાર તેમજ સહયોગી સંસ્‍થા સાયકલીંગ ક્‍લબ - તથા રોટરી ક્‍લબ  દ્વારા ‘સાઇક્‍લોફન'નું આયોજન કરવામાં આવેલ છે. આ ‘સાઇક્‍લોફન'માં ભાગ લેવા માટે પોરબંદરની જનતાને આમંત્રણ આપવામાં આવે છે. જેમાં ઓનલાઇન રજીસ્‍ટ્રેશન  “ bit.ly/Cyclofun ” પર કરી શકાશે. આ સાઇકલોફનમાં ભાગ લેનાર વ્‍યક્‍તિઓને ફ્રીઓપ ટી-શર્ટ તથા જરૂરી નાસ્‍તો પાણી તથા સર્ટીફીકેટ આપવામા આવશે.

આ સાઇક્‍લોફન તા.૧૮ને શનિવારનાં રોજ સવારે ૬ કલાક થી ૯ કલાક સુધી સાયકલ પ્રવાસનું આયોજન પોરબંદર કનકાઇ મંદિર થી ખીમેશ્વર મહાદેવ(કુછડી) સુધી કરવામાં આવેલ છે. જેમાં સાયકલ -વાસનો રૂટ કનકાઇ મંદિર થઇને આર્યસમાજ રોડ થઇ જ્‍યુબેલી પુલ થઇ બોખીરા થી ત્રણ માઇલ થઇ ખીમેશ્વર મહાદેવ મંદિર(કુછડી) પરત ત્રણ માઇલ, બોખીરા, જ્‍યુબેલી પુલ થઇ રેલ્‍વે સ્‍ટેશન રોડ થી ખીજડી પ્‍લોટ થઇ  સ્‍માર્ટ બજાર, છાંયાચોકી પાસે પૂર્ણ.

શ્રી રામ સી સ્‍વિમિંગ ક્‍લબ - પોરબંદર દ્વારા દર વર્ષે મહા શિવરાત્રીનાં દિવસે સાયકલ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ આયોજન કરવામાં આવેલ છે. જેમાં સહયોગી સંસ્‍થા તરીકે  સ્‍માર્ટ બજાર, સાયકલીંગ ક્‍લબ તથા રોટરી ક્‍લબ ઓફ પોરબંદર જોડાયેલ છે. જેમાં અંદાજે ૪૦૦ થી ૫૦૦ જેટલા સાયકલીસ્‍ટ આ પ્રવાસમાં જોડાશે.

પ્રથમ ૫૦૦ વ્‍યક્‍તિઓને ટી-શર્ટ આપવામાં આવશે. તેમજ  આ સાઇક્‍લોફનમાં દરેકે પોતાની સાઇકલ લઇને આવવાનું રહેશે તેમજ હેલ્‍મેલ પહેંરવું ફરજીયાત છે. તેમજ ૧૪ વર્ષથી નીચેનાં બાળકો માટે તેમના વાલીએ બાંહેધરી પત્રક આપવાનું રહેશે. ભાગ લેનાર વ્‍યક્‍તિએ રજીસ્‍ટ્રેશન કરવું ફરજીયાત છે. રજીસ્‍ટ્રેશન ફ્રી છે. તો સૌ સાથે મળી આ સાઇક્‍લોફનમાં ઉત્‍સાહથી જોડાવવા યાદીમાં જણાવાયું છે

(3:09 pm IST)