Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ડો.અતુલભાઇ ચગ કેસમાં ઢીલી નીતી શા માટે ? જુનાગઢ ‘‘આપ'' નો આક્રોશ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૬: વેરાવળના તબીબ ડો. અતુલ ચગના આપઘાત પ્રકરણની ન્‍યાયિક તપાસમાં ઢીલી નીતિ શા માટે..?? વિષય પર આમ આદમી પાર્ટી - જૂનાગઢ મહાનગર દ્વારા જુનાગઢ કલેકટર શ્રી મારફત ગુજરાત મુખ્‍યમંત્રી શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્‍યું. આ તકે આમ આદમી પાર્ટી લોકસભા ઇન્‍ચાર્જ અતુલભાઇ શેખડા, જુનાગઢ જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ કાતરીયા, લોહાણા સમાજ અગ્રણી રસિકભાઈ પોપટ, લોહાણા યુવા નિલેશભાઈ દેવાણી તેમજ આમ આદમી પાર્ટી જુનાગઢ મહાનગરનાં કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. આ આવેદનપત્ર મારફત વેરાવળ શહેરના આદરણીય  સ્‍વર્ગીય ડોક્‍ટર અતુલ ચગના આપઘાત પાછળ જવાબદાર લોકો વિરુદ્ધ તટસ્‍થ અને ત્‍વરિત ન્‍યાયિક કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે. જો માંગણી મુજબની કામગીરી કરવામાં ગુજરાત સરકાર આળસ કે પક્ષપાત દાખવશે તો લોકહિતાર્થે અને કાયદાની મર્યાદામાં રી, આમ આદમી પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા આક્રમક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં આપવામાં આવેલ છે. તુષાર સોજીત્રા - પ્રમુખ - AAP જૂનાગઢ મહાનગર એ જણાવ્‍યું છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(2:01 pm IST)