Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ડો. અતુલભાઇ ચગ આત્‍મહત્‍યા કેસમાં ન્‍યાયિક તપાસની જામનગર લોહાણા સમાજની માંગ

રઘુવંશી સમાજ તથા વિવિધ સંસ્‍થાઓના પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં રેલી : કલેકટરને આવેદન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૬ : ગીર સોમનાથના સેવાભાવી ડો. અતુલભાઇ ચગની આત્‍મહત્‍યાને પગલે જામનગરના લોહાણા સમાજમાં પણ ઘેરા પડઘા પડ્‍યા છે. આત્‍મહત્‍યા પાછળ જવાબદારો સામે પગલા લેવા અને ન્‍યાયિક તપાસની માગ સાથે લોહાણા સમાજ અને તેની વિવિધ સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દ્વારા રેલી કાઢી કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું છે.

જામનગરના જોગર્સ પાર્કથી નીકળેલી લોહાણા સમાજની રેલીમાં જામનગર લોહાણા મહાજનના મંત્રી રમેશભાઈ દતાણી, ઓડિટર હરેશભાઈ રાયઠઠ્ઠા, વિશ્વ હિન્‍દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના અધ્‍યક્ષ ભરતભાઈ મોદી, બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના સભ્‍ય એડવોકેટ મનોજભાઈ અનડકટ, રઘુવંશી ડોક્‍ટર એસોસિએશનના પ્રમુખ ડો. બ્રિજેશભાઈ રૂપારેલીયા, ડો, મેહુલ ખાખરીયા, ન્‍યુરોસર્જન ડો. એ.ડી. રૂપારેલિયા, પૂર્વ ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, એડવોકેટ ભાવીનભાઈ ભોજાણી, વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના, એન્‍જિનિયર એસોસિએશનના મહેન્‍દ્રભાઈ સોનૈયા સહિતના લોહાણા સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિજનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:02 pm IST)