Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

જુનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં ભાવિકો માટે નિઃશુલ્‍ક હોસ્‍પીટલનો પ્રારંભ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૬: મેળામાં ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં પ્રમુખ પુનિતભાઈ શર્મા નાં માર્ગદર્શન હેઠળ હિમાલયા હોસ્‍પિટલ નાં સહયોગ થી એક ક્‍લિનિક ખોલવામાં આવ્‍યું છે જેમાં આવનાર દરેક યાત્રાળુઓ ને ફ્રી સારવાર આપવામાં આવશે.

ભવનાથ મહાદેવ નાં મહંત  હરીગીરી બાપુ, ચાપરડા પરમ વંદનીય મહંત મુક્‍તાનંદ બાપુ, ઈન્‍દ્રભારતી બાપુ, ભારતી આશ્રમ નાં મહંત  હરીહરાનંદભારતી બાપુ, જુનાગઢ મહાનગર ભાજપા પ્રમુખ પુનિતભાઈ શર્મા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્‍યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષનાં નેતા કીરીટભાઇ ભીમ્‍ભા, મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા, યુવા મોરચાના પ્રમુખ  મનન અભાણી, અગ્રણી  નિર્ભયભાઇ પુરોહિત, યોગીભાઇ પઢીયાર, હિમાલયા હોસ્‍પિટલનાં ડોક્‍ટર રોહિત રાણપરીયા, ભાવિકા રાણપરીયા, રાજેશ કોરાટ તથા સાધુસંતો અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

કોવીડ જેવી મહામારી હોય, તોકતે જેવી કુદરતી આફત આવી હોય પણ ભારતીય જનતા પાર્ટીનાં દરેક કાર્યકર હંમેશા લોકોની સેવા માટે તૈયાર હોય છે તે મુજબ આજે ફરી શિવરાત્રી મેળામાં જ્‍યારે લાખો લોકો આવવાના હોય ત્‍યારે તેમને કોઈ પ્રકારની શારીરિક તકલીફ પડે તો એમ્‍બ્‍યુલન્‍સ સાથે ડોકટરોની ટીમ ૨૪થ૭ કલાક સેવા શરૂ રહેશે તેમ પ્રમુખ પુનિતભાઈ શર્મા એ જણાવ્‍યું હતું.(તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ

(2:02 pm IST)