Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં ભજન ભોજન અને ભકિતનો સમન્‍વય

જુનાગઢઃ ભવનાથ મહાદેવ મંદિર ખાતે ધ્‍વજારોહણ સાથે ચાર દિવસીય મહાશિવરાત્રીનો વિધીવત પ્રારંભ થતા જ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. ઉપરોકત તસવીરી ઝલકમાં ભવનાથ તળેટીમાં ઉમટી રહેલ ભાવિકો તેમજ ધુણી ધખાવી બેઠેલ મહાતમા અને મેળામાં ફજર-ફરકાની મોજ માણતા ભાવિકો અને રાજગોર બ્રાહ્મણ કાઠીગોર સમાજના ઉતારામાં સુબોધનંદબાપુ તથા માજી ધારાસભ્‍ય ભીખાભાઇ જોષીની ઉપસ્‍થિતીમાં ઉતારો અન્‍નક્ષેત્ર ખુલ્લુ મુકાયુ હતુ. જેમાં મનુભાઇ રવિયા તથા ભીખુભાઇ રવીયા અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે તેમજ અન્‍નક્ષેત્ર ભોજન લેતા ભકતજનો અને વહીવટી તંત્ર આયોજીત સાંસ્‍કૃતિક કાર્યક્રમનું દિપ પ્રાગટય કરતા હરીગીરીબાપુ તથા મેયર ગીતાબેન પરમાર, હરેશ પરસાણા તથા એભા કટારા અને ઉપસ્‍થિત પ્રાંત અધિકારી ભુમિબેન કેશવલાલ ડેકલે બાંભણીયા અને સંતવાણી ભજનો રજૂ કરતા કલાકારો નજરે પડે છે.(અહેવાલઃ વિનુ જોષી, તસવીરઃ મુકેશ વાઘેલા)

(2:14 pm IST)